Not Set/ જો 20 લાખનો દારૂ પકડાશે તો થશે આવી કડક કાર્યવાહી 

અમદાવાદ, ગુજરાતમાં દારુબંધીના કાયદાના કડક અમલના દાવા વચ્ચે રાજ્યમાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહ્યો છે. તેમજ બુટલેગરો દ્વારા મોટાપાયે દારુની હેરફેર પણ કરવમાં આવે છે. દર વર્ષે કરોડો રુપિયાનો દારુ પકડાતો હોય છે. ત્યારે હવે બુટલેગરો પર સકંજા કસવા માટે રાજ્યના પોલીસવડાએ એક મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. જે મુજબ હવે ૨૦ લાખથી વધુનો દારુનો જથ્થો […]

Gujarat
અમદાવાદ,
ગુજરાતમાં દારુબંધીના કાયદાના કડક અમલના દાવા વચ્ચે રાજ્યમાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહ્યો છે. તેમજ બુટલેગરો દ્વારા મોટાપાયે દારુની હેરફેર પણ કરવમાં આવે છે. દર વર્ષે કરોડો રુપિયાનો દારુ પકડાતો હોય છે. ત્યારે હવે બુટલેગરો પર સકંજા કસવા માટે રાજ્યના પોલીસવડાએ એક મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. જે મુજબ હવે ૨૦ લાખથી વધુનો દારુનો જથ્થો પકડાશે તો બુટલેગર સામે દારુબંધીના કાયદા ઉપરાંત મની લોન્ડરીંગ એક્ટ લાગુ પડશે.
જે મુજબ પોલીસ બુટલેગરની તમામ સંપત્તિ પણ જપ્ત કરી શકશે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. તેમણે આ પરિપત્ર દરેક જિલ્લાના એસપી અને મહાનગરના પોલીસ કમિશનરને મોકલી આપ્યો છે. તેમજ આ નવા નિયમનો ચુસ્ત અમલ કરવા તાકીદ કરાઈ છે. પોલીસ તંત્રનુ માનવુ છે કે આ નવા નિયમના કારણે દારુના ધંધામાં થતી લાખોની હેરાફેરી અટકશે. પરંતુ સવાલ એ છે કે રાજ્ય સરકાર દ્વારા દારુબંધીનો કાયદો કડક બનાવવામાં આવ્યો છે. જેમાં દારુના જથ્થાની સાથે વાહન જપ્ત કરવાની પણ જાગવાઈ કરાઈ છે. તેમજ બુટલેગરને જામીન મળવા પર પણ અંકુશ મુકવામાં આવ્યો છે. તેમ છતા રાજ્યમાં દારુ વેચાણના દુષણ પર સહેજપણ અંકુશ લાવી શકાયો નથી. ત્યારે આ નવા નિયમથી પોલીસ દારુના વેપારને રોકવામાં કેટલી સફળ થાય છે તે જાવુ
રહેશે.