ગુજરાત/ ગાંધીનગર અક્ષરધામ મંદિર 12 તારીખથી ફરીથી ખુલશે

પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે. સા

Gujarat Others

રાજય માં આ કોરોનાનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી . જેમના પગલે સમગ્ર રાજ્ય માં  મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .  તેમજ  રાજય માં અનેક મંદિરો પણ બંધ કરવામાં આવ્યા હતા . ત્યારે  હવે  રાજય માં આ વખતે રથયાત્રાની પણ મંજુરી પણ આપી દેવમાં આવી છે . ત્યારે  સોમવાર એટલે કે  12 જુલાઇથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે  ખુલ્લું મુકવામાં આવશે .

દર્શન કરવા માટે હાલનું સમયપત્રક: સવારે 10:૦૦ કલાકથી થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારશ્રીના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે તેમ જ સોશિયલ ડીસ્ટન્સીન્ગનુ પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ  કોરોના ના  લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.