Gujarat rainfall Forecast/ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલ્ટોઃ 25થી 29 સપ્ટે. આ સ્થળોએ પડશે ભારે વરસાદ

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાવવાની સાથે અન્ય સિસ્ટમના પ્રભાવથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાવવાની સાથે અન્ય સિસ્ટમના પ્રભાવથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 28 સપ્ટેમ્બર સુધી હવામાન ખરાબ રહેશે. ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સમયગાળા દરમિયાન પ્રતિ કલાક 30 થી 40 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા અને કેટલાક અન્ય ભાગોમાંથી પાછું ખેંચાઈ ગયું છે. જો કે, અન્ય સિસ્ટમના પ્રભાવથી હવામાન બદલાયું છે. ઓછા દબાણના વિસ્તારને કારણે, આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં 26મી સપ્ટેમ્બરે હવામાન વધુ ખરાબ રહેશે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. એટલું જ નહીં, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પ્રદેશના અરવલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ સમયગાળા દરમિયાન સપાટી પરનો પવન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ. મધ્યમ વરસાદની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી