Lifestyle/ પાર્ટનરને ક્યારેય ના કહો આ 3 વાતો…સાઇકોલોજીસ્ટની ટિપ્સ, રિલેશનશિપમાં જજ્મેન્ટનું જોખમ..!

Partner (પાર્ટનર) અમુક વાતોને ઊંડાણપૂર્વક સમજી નથી શકતા! સાઇકોલોજીસ્ટ અભિપ્રાય છે કે, નવી રિલેશનશિપમાં પોતાના પાર્ટનર સાથે અમુક વાતો શૅર ન કરવી જ…

Trending Tips & Tricks Lifestyle Relationships
Partner, પાર્ટનર, શૅર, રિલેશનશિપ, ટિપ્સ

Lifestyle: વ્યક્તિ કોઇ નવા સંબંધ (Relationship)માં જોડાય છે ત્યારે ઘણી બધી વાતો પોતાના પાર્ટનર (Partner) સાથે શૅર કરવા લાગે છે, પરંતુ ઘણી વાર એ સમજી શકતી નથી કે અમુક વાતો પાર્ટનરને કહી દેવાથી રિલેશનશિપમાં ગૂંચવણો વધી શકે છે! એવું પણ બની શકે કે, પાર્ટનર અમુક વાતોને ઊંડાણપૂર્વક સમજી જ ન શકે! આ અંગે સાઇકોલોજીસ્ટ (Psychologist)નો શો અભિપ્રાય છે એ વિશે જાણીશું. એવી કેટલીક બાબતો છે કે, જે પોતાના પાર્ટનર સાથે શૅર (Share) ન કરવી જ હિતાવહ છે. તો ચાલો જાણીએ કે, આ અંગે સાઇકોલોજીસ્ટ શું ટિપ્સ (Tips) આપે છે?

Partner, પાર્ટનર, શૅર, રિલેશનશિપ, ટિપ્સ

નવી રિલેશનશિપમાં પાર્ટનરને કદી પણ આટલી વાતો કહેવી નહિં

જો તમે કોઇની સાથે રિલેશનશિપમાં હો તો તમારે આટલી બાબતો શૅર ન થાય એનું અવશ્ય ધ્યાન રાખવું જોઇએ.

કોઈ પણ સંબંધને હંમેશાં ખુશખુશાલ બનાવી રાખવાનું સરળ હોતું નથી પરંતુ, અમુક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સંબંધમાં મધુરતા જાળવવી એટલુંયે મુશ્કેલ હોતુ નથી. એક જાણીતા રિલેશનશિપ કૉચ તથા એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રિલેશનશિપમાં અમુક વિશેષ સાવધાની રાખવાથી કોઈ પણ સંબંધને સુંદર બનાવી શકાય છે.

એ બાબતમાં કોઇ જ શક નથી કે, જીવનના દરેક વળાંક પર ઇન્ટેલિજન્સ તમારી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે, રોમૅન્ટિક રિલેશનશિપમાં પણ બુદ્ધિમત્તા એટલી જ જરુરી હોય છે? ભાવનાઓ સાથે બુદ્ધિનો ઉપયોગ કરીને વિકાસ પામતી રિલેશનશિપનું ભવિષ્ય લાંબુ હોવાની શક્યતા રહે છે. રોમૅન્ટિક સંબંધ એ તદ્દન અને એ બે પાર્ટનર વચ્ચેની અંગત બાબત હોય છે. રિલેશનશિપ વિશેના અમુક ભયસ્થાનો વિશે સાઇકોલોજીસ્ટ જાગૃત કરે છે…

1. પોતાના એક્સ પાર્ટનર સંબંધી વાતચીત ન કરવી

કોઇ પણ નવા સંબંધમાં જોડાઓ ત્યારે પોતાના પાર્ટનર (Partner) સાથે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અથવા તો એક્સ બોયફ્રેન્ડ (Ex Girlfriend, Ex Boyfriend) વિશે કોઇ જ ચર્ચા ન કરવી. કેવળ એટલું જ કહેવું કે, ફલાણી વ્યક્તિ એક સમયે એક્સ પાર્ટનર (Ex Partner) હતી અને એ રિલેશનશિપ કેટલો સમય ચાલી એટલું જ જણાવવું પૂરતું છે. આથી વધારે કોઇ પણ વાત કહેવાની જરુર નથી! સાઇકોલોજીસ્ટનું કહેવું છે કે, બ્રેક અપ (Breakup) કેમ થયું, એનું વ્યક્તિત્વ કેવું હતું એ તમામ બાબતોને ગુહ્ય (Hided) રાખવી જોઇએ.

2. પોતાના માતા-પિતા સાથેના સંબંધો વિશે ઘટસ્ફોટ ન કરવો

સાઇકોલોજીસ્ટનું કહેવું છે કે, તમારે તમારા પાર્ટનરને તમારા સંબંધો તમારા પેરન્ટ્સ (Parents) સાથે કેવા છે એ વિશે ક્યારેય ન જણાવવું. એને સ્વયં પોતાનો અભિપ્રાય બાંધવા દેવો. તમારા મા-બાપ કેવા છે એ તમારા પાર્ટનર (Partner)ને સ્વયં વિચારવા દો અને નક્કી કરવા દો.

Partner, પાર્ટનર, શૅર, રિલેશનશિપ, ટિપ્સ

3. આર્થિક બાબતોની ડિટેલ્સ શૅર ન કરવી

પહેલા તમારી નાણાકીય સ્થિતિ (Economic Condition) કેવી હતી એની વિગતવાર વાત કરવાની જરુર નથી. વિશેષ કરીને, જો તમે કોઇ સંબંધમાં જોડાયેલા હો તો રિલેશનશિપના પ્રારંભિક વર્ષોમાં પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ વિશે પાર્ટનરને જણાવવાની જરુર નથી. પોતાની નાણાકીય હાલત અંગે પાર્ટનરને બધુ કહી ન દેવું એ તદ્દન અગત્યની બાબત છે.

સાઇકોલોજીસ્ટનું કહેવું છે કે, જ્યાં વ્યક્તિ કેવળ એટલા માટે લગ્ન (Marriage) કરે છે કારણ એને ખબર હોય કે પાર્ટનર પાસે ઘણી પ્રોપર્ટી (Property) છે અને પાર્ટનર એકમાત્ર સંતાન (Single Heir) છે, તો આવા કિસ્સામાં ફ્રોડ (Fraud)ના બનાવો ઘણા ખરા બનતા જોવા મળે છે!! આથી જ આ તમામ બાબતોને પાર્ટનરશિપના પ્રારંભિક તબક્કામાં લો લેવલ પર જ રાખવી અને પછી જ્યારે ગાઢ તથા વિશ્વાસપાત્ર સંબંધ બને ત્યારે તમે ઇચ્છો તો પાર્ટનર (Partner) સાથે આ બધી ચર્ચાઓ કરી શકો છો.

Partner, પાર્ટનર, શૅર, રિલેશનશિપ, ટિપ્સ

પાર્ટનર (Partner) સાથે રિલેશનશિપમાં બંધાતા પહેલા સાવધાનીની ટિપ્સ

1. તમારા પાર્ટનર સમક્ષ અસુરક્ષા (Insecurity)ની ભાવનાઓ દર્શાવવાથી બચો.

2. પોતાના આગલા સંબંધો વિશેની કથા કરવાનું ટાળવું.

3. અંગત પારિવારિક બાબતોને ક્યારેય પાર્ટનર (Partner) સાથે શૅર ન કરવું.

4. સંબંધોને લઇને કોઇ પણ રીતે શક અથવા ડર હોય તો પણ પાર્ટનર સાથે શૅર ન કરવો.

5. તમારા મિત્રવર્તુળમાં તમારા દોસ્તો (Friends) સાથે તમારે કેટલું બને છે અને કેટલું નહિં! એને પોતાની સમજથી તમારા સંબંધોને નિહાળવા દો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હેપ્પી કપલમાં હોય છે આ 7 આદતો, શું તમારામાં એ છે ખરી?- રિલેશનશિપ એક્સપર્ટ

આ પણ વાંચો: 20 વર્ષના નવયુવાનો 40 વર્ષની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે!! નવો રિલેશનશિપ ટ્રેન્ડ…આખરે કારણ શું છે?

આ પણ વાંચો: પાર્ટનર પરસ્પર કરી રહ્યાં છે ‘બર્ડ ટેસ્ટ’…યુવાપેઢીનો નવો રિલેશનશિપ ટ્રેન્ડ કે નવું તૂત..!!