Relationship: પતિ-પત્નીનો સંબંધ અત્યંત વિશેષ હોય છે. જો પતિ-પત્ની એકબીજાને પોતાના મનની દરેક વાત કહેતા રહે તો, બંને હૈયાં હળવુંફૂલ થઇ જાય છે! જો આ સંબંધમાં આનંદ છવાયેલો હોય તો, વ્યક્તિ દુનિયાના દરેક દુ:ખ સામે લડી લે છે. આથી વિપરીત, જો પતિ-પત્ની એકસાથે ખુશ ના હોય તો, બધું હોવા છતાંયે જીવનમાં અધૂરપ લાગે છે. મોટાભાગના પતિઓને એવી ફરિયાદ રહેતી જ હોય છે કે, તેઓની પત્ની એમની સાથે ખૂબ લડે-ઝગડે છે આ ઉપરાંત, મોટાભાગના પતિદેવો પોતાનું લગ્નજીવન સુખી ન હોવા અંગે આ જ બાબતને દોષિત ગણે છે.
પતિઓ માટે રિલેશનશિપ કૉચની સલાહ
રિલેશનશિપ કૉચનું કહેવું છે કે, જો તમારી પત્ની તમારી સાથે દરરોજ લડતી-ઝગડતી હોય તો એને રોકવી નહિં. આના 3 કારણો છે –

પહેલું કારણ –
તમારી પત્ની જો તમારી સાથે ઝઘડા કરે છે તો એનો અર્થ એ છે કે, એને તમારા હોવાથી ફરક પડે છે, એ તમારી દરકાર(Care) કરે છે. રિલેશનશિપ કૉચનું કહેવું છે કે, પત્નીનું ચૂપ રહેવું, એનું મૌન સેવવું (Silence) એની બૂમાબૂમથી વધારે ખતરનાક છે. જ્યારે એ વાદ-વિવાદ કરવાનું છોડી દે છે તો, એ શાંતિની નહિં પરંતુ તમારાથી દૂર થઇ જવાની નિશાની છે.

બીજુ કારણ –
વાસ્તવમાં, પત્ની તમારી સાથે ઝગડો નથી કરી રહી હોતી, પણ એવી કોઈ બાબત માટે લડતી હોય છે કે જે તમારા બંને સાથે સંકળાયેલી હોય અથવા એવું હોઇ શકે છે કે, પરસ્પર સમજણ કેળવવા માટે પણ ઝગડો કરતી હોય! વળી, એને પોતાના સન્માનની પરવા હોવાથી, એ પણ એના ઝગડવાનું એક કારણ (Fighting Reason) હોઇ શકે છે. જો તમે એને ચૂપ કરાવી દેશો તો એને એવું લાગશે કે, જાણે એનું કોઈ અસ્તિત્વ જ ના હોય!

ત્રીજું કારણ –
જ્યારે પણ પત્નીને તમે તમારી જાત પર ગુસ્સે થવાથી રોકો છો ત્યારે, તમે પોતાની સલામતીને સ્વયં ખતમ કરી દો છો! આનું પરિણામ એ આવે છે કે, પત્ની તમારી સાથે કોઈ પણ વાત શૅર કરવાનું બંધ કરી દે છે. જ્યારે એ પોતાના હૈયાની વાત કે પછી ફરિયાદ કરવાનું સદંતર છોડી દે છે ત્યારે તમારો સંબંધ ખામોશીથી ધીરે-ધીરે મૃત:પ્રાય થવા લાગે છે.
રિલેશનશિપ કૉચ એવી સલાહ આપે છે કે, પત્નીના મૌનનું કારણ ના બનો, પણ એને ઝગડવા દો. તમારી જીવનસંગિનીને એની લાગણીઓ ખૂલીને વ્યક્ત કરવા દો. એના મનની દરેક સચ્ચાઈને પ્રગટ થવાનો મોકો આપો. આનાથી તમારા સંબંધમાં સદાય પ્રસન્નતા જળવાઇ રહેશે તથા તમારી પત્ની પણ તમારી સાથે ખુશ રહેશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
