Not Set/ દિલ્લી એન્કાઉન્ટર: પોલીસે ઠાર માર્યા વોન્ટેડ રાજેશ ભારતી સહિત 4 ગેંગસ્ટર, 6 પોલીસકર્મી ઘાયલ

દિલ્લીના છતરપુર વિસ્તારમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચેની અથડામણમાં દિલ્લી પોલીસને એક મોટી કામિયાબી મળી છે. દિલ્લી પોલીસે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રાજેશ ભારતી સહિત ચાર ગેંગસ્ટરોને મોતને ઘાટ ઉતારી દીધા છે. 5 criminals and 6 police personnel injured in an ongoing encounter between Special cell of #Delhi Police and Rajesh Bharti Gang in #Delhi pic.twitter.com/jfMCX4fTR8 — […]

Top Stories India Trending

દિલ્લીના છતરપુર વિસ્તારમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચેની અથડામણમાં દિલ્લી પોલીસને એક મોટી કામિયાબી મળી છે. દિલ્લી પોલીસે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રાજેશ ભારતી સહિત ચાર ગેંગસ્ટરોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

આ એન્કાઉન્ટરમાં દિલ્લી પોલીસના સ્પેશીયલ સેલના છ પોલીસકર્મી ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરને લીડ સ્પેશીયલ સેલના ડીસીપી સંજીવ યાદવ લીડ કરી રહ્યા હતા. જાણકારી પ્રમાણે પોલીસને સૂચના મળી હતી કે રાજેશ ભારતી ગેંગની સાથે છતરપુરમાં આવી રહ્યો છે. મળેલી જાણકારી પ્રમાણે જ્યારે ગેંગને રોકવાનો પ્રયત્ન કર્યો તો ગેંગે પોલીસ પર ગોળીઓ વરસાવી દીધી. પોલીસે પણ બચાવ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

મળતી માહિત મુજબ આ એન્કાઉન્ટરમાં કેટલાક ગેંગસ્ટર પણ ઘાયલ થયા છે. પરંતુ તેમના મોતની પુષ્ટિ હજુ સુધી થઇ નથી. નજફગઢના રાજેશ ભારતી ગેંગ લૂટ, ઉગાહી અને હત્યામાં વોન્ટેડ આરોપી હતો.

થોડા સમય પહેલા રાજેશ ભારતી હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. રાજેશ પર એક લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. રાજેશ ભારતીની ગેંગના 5 ગેંગસ્ટર અને 6 પોલીસકર્મી ઘાયલ થયા છે.