સરકારે કોરોના રસીકરણને લઈને મોટું પગલું ભર્યું છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીના સાવચેતી ડોઝ આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે જેઓ 18 વર્ષની ઉંમરના છે અને બીજો ડોઝ લેવાના 9 મહિના પૂર્ણ કરી ચૂક્યા છે તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં સાવચેતીના ડોઝ માટે પાત્ર હશે.
અગાઉ, આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ સહિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાવચેતીના ડોઝ આપવામાં આવતા હતા. જણાવી દઈએ કે, દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. રાષ્ટ્રવ્યાપી એન્ટી-COVID-19 રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 185,38 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Precaution doses to be now available to 18+ population group from 10th April at private vaccination centres: Ministry of Health
— ANI (@ANI) April 8, 2022
આપને જણાવી દઈએ કે, દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 96 ટકા લોકોએ ઓછામાં ઓછી એક રસી લીધી છે, જ્યારે લગભગ 83 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. 12 થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લીધો છે.
સોમવાર, 14 માર્ચે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે 60+ વય જૂથના તમામ લોકો હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે. આરોગ્ય મંત્રાલયે એ પણ જાહેરાત કરી હતી કે 12-14 વર્ષની વય જૂથના બાળકોને 16 માર્ચથી કોરોના વાયરસની રસી મળવાનું શરૂ થશે.
આ પણ વાંચો:સંજય રાઉતનો આરોપ, કહ્યું, મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું ષડયંત્ર કરી રહી છે BJP
આ પણ વાંચો:યુકેમાં 3-વર્ષના 25% બાળકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, 12-વર્ષના 80% લોકો આ પ્લેટફોર્મ પર સક્રિય
