આજથી દેશભરમાં ડોમેસ્ટિક વિમાન સેવા ફરી શરૂ થઈ ગઈ. જો કે સુરતમાં આજે સવારે પ્રથમ ઉડાણ ભરનારી સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ કરાઈ. જેને પગલે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ફ્લાઈટ સુરતથી દિલ્હી જવાની હતી.
સુરતથી દિલ્હી જતી ફલાઇટ રદ્દ થતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયાં હતા. શહેરમાંથી સવારે બે ફલાઇટ રદ્દ કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. મુસાફરોમાં સવાલ હતો કે હજુ તો ગઇકાલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી અને આજે ફલાઇટ રદ્દ પણ થઇ ગઇ. ફલાઇટ રદ્દ થતાં દિલ્હી જતા મુસાફરોએ એરપોર્ટ પર હંગામો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ગુજરાતના સુરત શહેરમાં આજથી ડોમેસ્ટિક ફલાઇટની સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે આજથી શરૂ થયેલી ઘરેલુ વિમાની સેવામાં સવારની બે ફલાઇટ રદ્દ કરવામાં આવતાં મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. આમ આજે સુરતમાંથી માત્ર 2 ફલાઇટનું આવન-જાવન જોવા મળશે. જેમાં એક ફલાઇટ ઇન્ડિગોની જે દિલ્હીથી સુરત આવશે. ત્યાર બાદ સુરતથી દિલ્હી પરત ફરશે. આ સાથે સ્પાઇસ જેટની હૈદરાબાદથી ફલાઇટ સુરત આવશે અને સુરતથી હૈદરાબાદ જવા રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
