Not Set/ #JammuKashmir/ કુલગામમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને કર્યા ઠાર

  જમ્મુ કાશ્મીરનાં કુલગામમાં હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોમવારે વહેલી સવારે કુલગામનાં માંજગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ સમયે એન્કાઉન્ટરમાં સેનાની 34 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને કુલગામ પોલીસે મોરચો સંભાળ્યો છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં આઈજી કુમારે […]

India
 

જમ્મુ કાશ્મીરનાં કુલગામમાં હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોમવારે વહેલી સવારે કુલગામનાં માંજગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ સમયે એન્કાઉન્ટરમાં સેનાની 34 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને કુલગામ પોલીસે મોરચો સંભાળ્યો છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં આઈજી કુમારે આ માહિતી આપી છે.

આપને જણાવી દઇએ કે, સુરક્ષાદળોને જિલ્લાનાં મીરવાણી હપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાનું જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લેવાનું શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોનો આતંકવાદીઓ સાથે મુકાબલો થયો હતો.

આ સમય દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. આ પછી, સૈનિકોએ પણ મોર્ચો સંભાળી લીધો અને ત્યારબાદ સામ-સામે ફાયરિંગમાં સૈનિકો આતંકવાદીઓને મારવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં પણ બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.