Not Set/ રાષ્ટ્રપતિ બિડેને અમેરિકા નાગરિકોને સત્વરે યુક્રેન છોડી દેવાના આપ્યા નિર્દેશ,જાણો વિગત

રશિયા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ જો બિડેને નવું નિવેદન જાહેર કર્યું છે. બિડેને અમેરિકી નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા કહ્યું છે.

Top Stories India

યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ જો બિડેને નવું નિવેદન જાહેર કર્યું છે. બિડેને અમેરિકી નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા કહ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીએ યુક્રેન સંકટના પગલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને ટાંકીને આ વાત કહી છે. યુક્રેન સંકટ પર એક બેઠક બોલાવવાનો યુએસ ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન યુએનએસસીની બેઠકમાં જ્યારે અમેરિકા અને રશિયાના રાજદ્વારીઓ ચર્ચામાં સીધા સામસામે આવી ગયા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. રશિયાએ પશ્ચિમ પર યુક્રેન પર તણાવ વધારવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે યુ.એસ.એ યુક્રેનની સરહદે 100,000 રશિયન સૈનિકોને એકત્ર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયાએ પશ્ચિમી દેશો પર યુક્રેન મુદ્દે તણાવ વધારવાનો આરોપ લગાવતા કહ્યું કે યુ.એસ.એ વિવાદિત પ્રદેશમાં નાઝીઓને સત્તા પર બેસાડ્યા છે. તેના જવાબમાં, યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે યુક્રેનની સરહદ પર 100,000 થી વધુ રશિયન સૈનિકોની એકત્રીકરણ યુરોપમાં દાયકાઓમાં સૌથી મોટી છે.

ઉલ્લેખનીય છે કે  કે ડિસેમ્બર 2021માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર યુક્રેન ક્ષેત્રની નજીક વધી રહેલી દખલને લઈને વાત કરી હતી. આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી ફોન પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન જો બિડેને કહ્યું કે જો રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે તો અમેરિકા અને તેના સાથી દેશો જવાબ આપશે.