Not Set/ આણંદમાં બાળ સેવા યોજના અંતર્ગત કોરાનામાં અનાથ થયેલા 39 બાળકોની અરજી મંજૂર

જિલ્લાના 39 અનાથ બાળકોને આગામી મહિનાથી 4 હજાર રૂપિયા ચૂકવાશે

Gujarat

કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે,કોરોનાના પ્રથમ અને બીજા તબ્બકામાં  કોરોનાના લીધે અંસખ્ય લોકોના મોત નિપજ્યાં હતા અને ઘણાબધા બાળકો અનાથ થયા છે. રાજ્ય સરકારે આ અનાથ થયેલા બાળકોને દર મહિને આર્થિક સહાય થાય તે હેતુથી ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે.આ યોજના અતંર્ગત આણંદમાં કુલ 39 બાળકોની અરજી મંજૂર કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં દર મહિને અનાથ બાળકોને 4 હજાર રૂપિયા આપવામાં આવશે અને તેમના બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્શફર કરવામાં આવશે,આણંદ જિલ્લામાં 39 અનાથ બાળકોએ કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આણંદ બાળ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ તમામ 39 બાળકોની અરજીને મંજૂરી આપી દેવામાં આવી છે.તારીખ 28-6-2021ના રોજ અનાથ બાળકોની અરજી સંદર્ભે બાળ સમાજ સુરક્ષાની એક બેઠક મળી હતી. આ બેઠકમાં આ અરજીને મંજૂરી આફી દેવામાં આવી હતી.અનાથ થયેલા બાળકોને જુલાઇ માસથી આર્થિક રકમ ચૂકવામાં આવશે.

આણંદમાં 39 બાળકો પૈકી આણંદ 14,ખંભાત 7,આંકલાવ 7,સોજીત્રા 3,પેટલાદ 3 ઉમરેઠ 3 તારાપુર 2 ના અનાથ થયેલા બાળકોની અરજી વિભાગને મળી હતી આ અરજી સંદર્ભે બાળ સુરક્ષા વિભાગે અરજીની વેરિફેકશન કરી એટલે કે અનાથ ભાળકના ઘરે જઇને તપાસ કરી અને તેમના પાલક વાલીનૂ પણ તપાસ કરીને તમામ દસ્તાવેજોને તપાસીને બેઠકમાં અરજીને મંજૂરી આપી હતી.

અણંદ જિલ્લાના બાળ સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઇએ જણાવ્યુ હતું કે કોવિડ-19 થા પ્રભાવિત થયેલા અનાથ બાળકોની અરજી મંજૂર કરી દેવામાં આવી છે. આ 39 અનાથ બાળકો આણંદ જિલ્લાના છે. તેમને આગામી મહિનાથી તેમને આર્થિક સહાય ચૂકવવામાં આવશે.