us news/ શું ભારતને બદનામ કરવા માંગે છે ટ્રમ્પ? USએ યુદ્ધ વિશે કર્યો નવો દાવો, PM મોદીને ઘેર્યા દબાણમાં!

ભારત સરકારે સંસદમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન PM નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો નથી

international World Trending Breaking News

Washington News: us રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી કર્યો દાવો. કહ્યું કે, ઓપરેશન સિંદુર સમયે ટ્રમ્પે પોતે PM મોદી પર પાકિસ્તાન સાથેના મતભેદો પર દબાણ કર્યું હતું, વધુમાં ટ્રમ્પે કહ્યું કે PM મોદીને ચેતવણી આપી હતી કે જો તણાવ ઓછો નહીં થાય તો ભારે ટેરિફ લાદવામાં આવશે. US રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના 5 કલાક પહેલા જ દબાણ બનાવ્યું હતું. નોંધનીય છે કે ભારત સરકારે સંસદમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન PM નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે?

શું ટ્રમ્પે PM મોદી સાથે વાત કરી?

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે થયેલ વાતચીતમાં ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેની દખલગીરી સ્પષ્ટ હતી. ટ્રમ્પે કહ્યું, ‘હું એક અદ્ભુત વ્યક્તિ, ભારતના PM નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહ્યો છું. મેં પૂછ્યું કે તમારી અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે? ઘણા રોષ હતા. આ ઘણા સમયથી ચાલી રહ્યું છે.’ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેણે વડા પ્રધાન મોદીને ચેતવણી આપી હતી કે જો તણાવ વધશે તો વોશિંગ્ટન વેપાર સોદો બંધ કરશે. તેણે આગળ કહ્યું, ‘મેં કહ્યું, હું તમારી સાથે કોઈ વેપાર સોદો કરવા માંગતો નથી… તમે લોકો પરમાણુ યુદ્ધમાં ફસાઈ જશો.’ મેં કહ્યું, કાલે ફરી ફોન કરો, પણ અમે તમારી સાથે કોઈ સોદો થશે નહીં, નહીં તો અમે તમારા પર એટલા ઊંચા ટેરિફ લાદીશું કે તમારું માથું ફૂટી જશે.’

ટ્રમ્પનો દાવો – 5 કલાકમાં થઇ કાર્યવાહી

ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેની ચેતવણીની અસર થઈ અને નવી દિલ્હીએ તાત્કાલિક કાર્યવાહી કરી. તેણે કહ્યું હતું કે, ‘લગભગ 5 કલાકમાં કાર્યવાહી કરવામાં આવી.’ જોકે, તેણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં પણ તણાવનું જોખમ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘હવે તે ફરીથી શરૂ થઈ શકે છે. મને ખબર નથી. મને એવું નથી લાગતું, પરંતુ જો તે થાય છે, તો હું તેને રોકીશ. અમે આ મુદ્દો ઉઠવા દઈશું નહીં.’

ટ્રમ્પે 4 વાર ફોન કર્યો પણ મોદીએ વાત ન કરી, આ દાવાની સત્યતા શું છે?

શું ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે?

ટ્રમ્પે 10 ​​મેના રોજ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વોશિંગ્ટનની મધ્યસ્થી હેઠળ સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ત્યારથી ટ્રમ્પ વારંવાર પોતાને યુદ્ધ અટકાવવાનો શ્રેય આપી રહ્યા છે. ભારત સતત કહેતું રહ્યું છે કે પાકિસ્તાન સાથે દુશ્મનાવટનો અંત લાવવાનો કરાર બંને સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત પછી થયો હતો અને કોઈપણ દેશ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી ન હતી.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં એક નિવેદનમાં, લશ્કરી વાટાઘાટો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીતના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. જ્યારે જયશંકરે આ વાતને સંપૂર્ણ પણે નકારતા કહ્યું કે  PM મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ 22 એપ્રિલથી 17 જૂનના સમયગાળામાં કોઈ ફોનિક ચર્ચા થઇ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!

આ પણ વાંચો: અમેરિકાની ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી,જો તમે તમારો અભ્યાસ છોડી દો છો, તો તમારા વિઝા રદ કરવામાં આવશે

આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી