Ahmedabad News/ ગુજરાતમાં ગણેશ ઉત્સવનો ભવ્ય પ્રારંભ, દુંદાળા દેવના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

ભક્તોએ વિઘ્નહર્તા ગણેશને મોદક, દૂર્વા, ફૂલો અને વિવિધ પ્રકારના થાળી-ભોગ ચઢાવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:આજથી ગણેશ ઉત્સવ (Ganesh festival) ખૂબ જ ઉત્સાહથી શરૂ થયો છે. રાજ્યના ખૂણે ખૂણે ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી રહી છે. શહેરો અને ગામડાઓમાં ધામધૂમથી શરૂ થયેલા આ ઉત્સવમાં ભક્તો (Devotees) નો ઉત્સાહ ચરમસીમાએ છે. ખાસ કરીને અમદાવાદના અખબારનગર વિસ્તારમાં સિદ્ધિ વિનાયકના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ગણેશ ઉત્સવ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોમાંનો એક છે.આજે સવારથી જ રાજ્યભરના મંદિરો, ઘરો અને જાહેર સ્થળોએ ગણેશ મૂર્તિઓની સ્થાપના શરૂ થઈ ગઈ હતી. ભક્તોએ વિઘ્નહર્તા ગણેશને મોદક, દૂર્વા, ફૂલો અને વિવિધ પ્રકારના થાળી-ભોગ ચઢાવ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી, ભગવાન ગણેશની પૂજા માટે ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદના અખબારનગર વિસ્તારમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને ભક્તો ઉત્સાહથી ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભજન-કીર્તન અને આરતીના કાર્યક્રમોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ગણેશ મહોત્સવ આગામી 10 દિવસ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન રાજ્યભરમાં વિઘ્નહર્તા ગણેશની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉચ્ચ શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પોલિટેકનિકમાંથી 21 શિક્ષકોની પસંદગી કરી

આ પણ વાંચો:PMએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને દોડાવી,બેટરીના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ