Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ તા. 17 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 3-00 કલાકે અમદાવાદમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 2800 કરોડની રકમના ચેકના વિતરણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં 2025નું આ વર્ષ મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે રૂ. 2800 કરોડની ગ્રાન્ટ-સહાયની આ રકમ રાજ્યના શહેરી વિકાસને નવી ગતિ આપશે.
ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજનારા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.

