Banaskantha News/ ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજીઃ બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, 3 મહિનામાં 2 વાર ભૂકંપ

રાજ્યમાં બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, બનાસકાંઠાના પાલનપુરથી 34 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ હતું. આ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News : આજે સાંજે 5:28 કલાકે બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર ઉત્તર દિશામાં નોંધાયું હતું. આ ભૂકંપથી લોકોમાં અફરાતફરી મચી હતી. છેલ્લા 3 મહિનામાં બીજી વાર બનાસકાંઠામાં ભૂકંપ આવ્યો.

મળતી માહિતી અનુસાર, ભૂકંપના આંચકાને કારણે ઈકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 3.3 કિમીની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ભય ફેલાયો છે. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.

વધુમા અગાઉ, આજથી 3 મહિના પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આચકો આવ્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજ્યમાં આવતા અવારનાર ભૂકંપના આંચકાએ લોકોમાં ભયવહ વાતાવરણ ઊભુ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ દેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

આ પણ વાંચો: કચ્છમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો, 3.0ની તીવ્રતા

આ પણ વાંચો: IMDનો 150મો સ્થાપના દિવસ: ‘ભૂકંપ માટે ચેતવણી પ્રણાલી વિકસાવવાની જરૂર છે,’ PM મોદી