રાજકોટ જિલ્લામાં આવેલા કાલાવડ રોડ પર નિરાલી રિસોર્ટની પાછળ આવેલા રૂમમાં આગ લાગની ઘટના બની હતી. જો કે આગ લાગવાના કારણે રૂમમાં રહેતા 8 કર્મચારીઓ દાઝ્યા હતા. જેને પગલે કર્મચારીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :કચ્છમાં અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ દેખાયું, 6 લોકોના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યાં
આ 8 કર્મચારીઓમાંથી 2ની હાલત ગંભીર છે. હાલ નિરાલી રિસોર્ટમાં આ ઘટના કેવી રીતે બની અને શા માટે કર્મચારીઓના રૂમનો દરવાજો બહારથી બંધ હતો અને દરવાજો કોણે બંધ કર્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : લીંબડીમાં ખુલ્લેઆમ દારૂની પોટલીની હેરાફેરીનો વીડિયો ફરતો થયો
ઉલ્લેખનીય છે કે આજે સવારે રાજકોટના જાણીતા નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર નિરાલી રિપોર્ટમાં વેઈટર તરીકે કામ કરતાં લોકોના રુમમાં કોઈ કારણોસર આગ લાગી હતી. અચાનક આગ લાગતાં તમામ આઠ લોકો દાઝી ગયા હતા.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરની સરકારી કચેરીમાં અધિકારીનો ગેમ રમતો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ચકચાર
તમામ દાઝેલા લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગ્યાનું કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદ ખેંચાતા સ્થિતિ બની વિકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો
