- SC-STને પ્રમોશનમાં અનામતના માપદંડ યથાવત
- પહેલા રિવ્યૂ કરીને ડેટા એકઠા કરે કેન્દ્ર: SC
- વખતોવખત સરકાર પ્રતિનિધિત્વની કરે સમીક્ષા
- દલિતોને યોગ્ય પ્રતિનિધિત્વની થતી રહે સમીક્ષા
- પ્રતિનિધિત્વનું નિર્ધારીત અવધિમાં થાય મૂલ્યાંકન
- પ્રમોશનમાં અનામત પર મહત્વનો ચુકાદો
- SCએ માપદંડ નક્કી કરવાનો કર્યો ઈન્કાર
- રાજ્ય નક્કી કરે માપદંડ: સુપ્રીમ કોર્ટ
- વખતોવખત માપદંડનો રિવ્યૂ થાય:SC
પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, પ્રમોશનમાં અનામત આપતા પહેલા રાજ્ય સરકારોએ ડેટા દ્વારા સાબિત કરવું પડશે કે SC/STનું પ્રતિનિધિત્વ ઓછું છે. ડેટા વગર નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહીં.
આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video
પ્રમોશનમાં અનામતનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રાજ્ય સરકારોએ એસસી/એસટીના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપતા પહેલા તેનાથી સંબંધિત ડેટા એકત્રિત કરવો જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે બંધારણીય બેંચનાં નિર્ણયો બાદ નવો સ્કેલ બનાવી શકાય નહીં. લાંબા સમયથી પડતર સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને પ્રમોશનમાં અનામતનાં મુદ્દા પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહ અને વિવિધ રાજ્યો તરફથી હાજર રહેલા અન્ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષકારોની સુનાવણી કરી.
Supreme Court to pronounce today its judgement on the issue of the grant of reservation in promotion to the Scheduled Castes (SCs) and Scheduled Tribes (STs) in government jobs pic.twitter.com/Ygrrbm6xDC
— ANI (@ANI) January 28, 2022
આ પણ વાંચો – LLC T20 / સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન
કેન્દ્ર સરકારે બેંચને કહ્યું હતું કે, એ વાત સાચી છે કે દેશની આઝાદીનાં 75 વર્ષ પછી પણ એસસી-એસટી સમુદાયનાં લોકોને આગળનાં વર્ગની જેમ બુદ્ધિમત્તાનાં સ્તર પર લાવવામાં આવ્યા નથી. બેન્ચે આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ 26 ઓક્ટોબર 2021નાં રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
