Not Set/ જાતે જણ્યાને જાકારો કેમ ? કોણ છે આ મામલે ખરેખર જવાબદાર ?

“જાતે જણ્યાને જાકારો કેમ” હરિયાણાનાં કેથાલમાં ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત શિશું મળી આવ્યું છે. અને નવજાત શિશું ને ત્યજવામાં પણ ક્યા આવ્યું છે ? ડ્રેનેજ એટલે કે ગટરમાં. ઘટના ઘણા માટે નાની હોય શકે, પરંતુ આમ જોવા જઇએ તો, આવા કિસ્સા સમાજ માટે લાલબત્તિ રૂપ કિસ્સા કહેવાય તેવું કહેવુંં બિલકુલ અતિશયોક્તિ નહી થાય. હકીકત […]

Top Stories India
navjat shishu જાતે જણ્યાને જાકારો કેમ ? કોણ છે આ મામલે ખરેખર જવાબદાર ?

“જાતે જણ્યાને જાકારો કેમ” હરિયાણાનાં કેથાલમાં ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત શિશું મળી આવ્યું છે. અને નવજાત શિશું ને ત્યજવામાં પણ ક્યા આવ્યું છે ? ડ્રેનેજ એટલે કે ગટરમાં. ઘટના ઘણા માટે નાની હોય શકે, પરંતુ આમ જોવા જઇએ તો, આવા કિસ્સા સમાજ માટે લાલબત્તિ રૂપ કિસ્સા કહેવાય તેવું કહેવુંં બિલકુલ અતિશયોક્તિ નહી થાય.

હકીકત એવા છે કે, હરિયાણાનાં કેથાલમાં ડ્રેનેજમાં એક પ્લાસ્ટિકમાં લપેટી નવજાત શિશુને ફેંકતી એક મહિલાને CCTVમાં  કેદ થઇ ગઇ હતી. ફેેંકી દેવામાં આવેલ નવજાત શિશુંને બે કૂતરાઓ દ્વારા ડ્રેનેજમાંથી ખેંચી બહાર કાઢવામાં આવ્યું હતું. કુતરાઓ દ્વારા ખોરાકની શોધમાં જીવતું નવજાત શિશું ગટરમાંથી બહાર ખેંચી કાઢવામા આવતા સમગ્ર મામલો બહાર આવ્યા.

જો કે, નવજાત શિશુંને તુરંત કુતરાઓનાં મુખમાંથી બચાવી સારવાર આર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યું હતું. નવજાત શિશું જીવીત છે પરંતુ  કેથાલની હોસ્પીટલનાં મુખ્ય તબીબી દ્વારા તેની સ્થિતિ ગંભીર હોવાનુંં જણાવવામાં આવી રહી છે. અને તેને બચાવવા માટેનાં પૂર્ણ પ્રયત્નો ચાલુ છે.” નવજાત કદાચતો બચી પણ જશે. પરંતુ આહી પ્રશ્ન એ છે કે પછી નવજાતનું શું ? જાતે જણ્યાને જાકારો કેમ ? કોણ છે આ મામલે ખરેખર જવાબદાર ?

નવજાતને ત્યજી દેવાનાં કિસ્સા આમતો દેશભરમાંથી છાશવારે સામે આવતા જ રહે છે. ત્યારે એક મા જે ભગવાનનો કે તેથી પણ વધારે ઉચ્ચો દરજ્જો ધરાવે છે તે પોતાનાં નવજાત બળકને ત્યજી જ કઇ રીતે શકતી હશે તે એક સવાલ છે. પોતાનાં ઉદરમાં નવ મહિના સિંચન કરીને જે મા એ પોતાનાં કાળજાનાં કટકા સમાન બાળકને જન્મ આપ્યો હોય તે મે ની એવી તે શી મજબૂરી હશે કે તે પોતાનાં બાળકને પણ ત્યજવા તૈયાર થઇ જતી હશે. છોકરમત, પ્રેમ, જ્ઞાતી-જાતીનાં વાળા, અનૈતિક સંબધો, આર્થિક સકડામણ, પુરૂષ પ્રધાન સમાજ એ જે કઇ પણ હોય તે પરંતુ એ વાત તો ચોક્કસ છે કે આ સમાજ માટે લાલબત્તિ સમાન કિસ્સો છે…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.