Firing/ યુપીનાં પ્રયાગરાજમાં મુખ્તાર અન્સારી ગેંગનાં બે શૂટર એન્કાઉન્ટમાં ઠાર

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ગુરુવારે સવારે યુપી એસટીએફ અને બે બાઇક સવાર બદમાશો સામ-સામે આવી ગયા હતા.

India
Mantavya 58 યુપીનાં પ્રયાગરાજમાં મુખ્તાર અન્સારી ગેંગનાં બે શૂટર એન્કાઉન્ટમાં ઠાર

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ગુરુવારે સવારે યુપી એસટીએફ અને બે બાઇક સવાર બદમાશો સામ-સામે આવી ગયા હતા. ઘેરાબંધી દરમિયાન બાઇક સવાર બદમાશોઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના પર એસટીએફે પણ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. ફાયરિંગમાં બંને બદમાશો ઘાયલ થયા હતા. પોલીસે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ કે આ બદમાશો 50,000 નાં ઇનામી છે અને તે રાજકીય શખ્સની હત્યાનાં ઇરાદે પ્રયાગરાજ આવ્યા હતા.

Political / તામિલનાડુના રાજકારણમાં ભૂકંપ, ચૂંટણી પહેલા જ શશીકલાની રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત

એસટીએફનાં જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં ઠાર થયેલા બંને બદમાશોનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે, ભદોહીમાં આ બંનેની હિસ્ટ્રીશીટ પણ ખોલવામાં આવી છે. ઘણા લાંબા સમયથી બંને બદમાશો હત્યા અને ખંડણીને અંજામ આપી રહ્યા હતા. બંને પર વર્ષ 2013 માં વારાણસીનાં ડેપ્યુટી જેલર અનિલકુમાર ત્યાગીની હત્યાનો પણ આરોપ છે. એવું કહેવામાં આવે છે કે, માફિયા મુખ્તાર અન્સારી અને મુન્ના બજરંગીનાં કહેવા પર આ બંનેએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. એસટીએફ પ્રયાગરાજ યુનિટનાં સીઓ નવેન્દુ સિંહે જણાવ્યું કે બંને ગુનેગારોનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે.

Trending / એસિડ એટેક બાદ થયો પ્રેમ અને હવે લગ્ન, જુઓ આ કપલની શાનદાર તસવીર

સીઓ એસટીએફ નવેન્દુ સિંહે જણાવ્યું હતું કે, મુખ્તાર અંસારી અને મુન્ના બજરંગી ગેંગ માટે કામ કરતા બે સુપારી કિલર વિશે માહિતી મળી હતી. મુન્ના બજરંગીનાં અવસાન પછી ખબર પડી કે ભદોહીનાં 50 હજાર ઈનામી વકીલ પાંડે અને અમજદ ઉર્ફે પિન્ટુએ ચાકાનાં પૂર્વ બ્લોક ચીફ દિલીપ મિશ્રા માટે કામ કરવાનું શરૂ કર્યું. આ માહિતી પર એસટીએફની ટીમે ગુરુવારે સવારે નૈની સોમેશ્વર નાથ મંદિર તિરહા પાસે તપાસ કરી હતી. આ સમય દરમિયાન બાઇક સવાર બે બદમાશો ત્યાથી પસાર થયા હતા. એસટીએફને જોઇને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘેરાબંધી કરીને એસટીએફે પણ ફાયરિંગ કરવાનું  શરૂ કર્યુ, જ્યાં બંને બદમાશો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સ્વરૂપરૂરાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ