Not Set/ ભૂટાનમાં PM મોદી બોલ્યા- ભારત અને ભૂટાનનો સબંધ ખૂબ જ ખાસ છે

ભૂટાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનના બે દિવસીય પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ભૂટાનની રોયલ યુનિવર્સિટી પહોંચ્યા છે. જ્યાં તેઓ વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા છે. મેં મારા પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’ માં જે લખ્યું છે તે ભગવાન બુદ્ધની ઉપદેશોથી પ્રભાવિત છે. ખાસ કરીને સકારાત્મકતાનું મહત્વ, ડર પર કાબુ મેળવવો અને એકતામાં રહેવું. પછી ભલે તે હાલના […]

Top Stories World
aaaaamm 3 ભૂટાનમાં PM મોદી બોલ્યા- ભારત અને ભૂટાનનો સબંધ ખૂબ જ ખાસ છે

ભૂટાન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનના બે દિવસીય પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ભૂટાનની રોયલ યુનિવર્સિટી પહોંચ્યા છે. જ્યાં તેઓ વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા છે.

મેં મારા પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’ માં જે લખ્યું છે તે ભગવાન બુદ્ધની ઉપદેશોથી પ્રભાવિત છે. ખાસ કરીને સકારાત્મકતાનું મહત્વ, ડર પર કાબુ મેળવવો અને એકતામાં રહેવું. પછી ભલે તે હાલના સમયની સાથે હોય કે પ્રકૃતિની સાથે.

ભારત વિશ્વની સૌથી મોટી આરોગ્યસંભાળ આયુષ્માન ભારતનું ઘર છે. આ અંતર્ગત 500 મિલિયન ભારતીયોને આરોગ્ય લાભ મળે છે. ભારત પાસે વિશ્વની સૌથી સસ્તી ડેટા કનેક્ટિવિટી છે, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકોને સશક્ત બનાવે છે.

ભુતાન અને ભારતના લોકો એકબીજા સાથે ખૂબ જ લગાવ અનુભવે છે તે સ્વાભાવિક છે, કારણ કે આપણે ફક્ત ભૂગોળને લીધે નજીક નથી. આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓએ આપણા લોકો અને રાષ્ટ્રો વચ્ચે અનન્ય અને અતૂટ બંધનો બનાવ્યા છે.

આધ્યાત્મિકતા અને યુવાની એ આપણી શક્તિ છે. વડા પ્રધાને યુવાનોને પરીક્ષામાં તાણવ ન લેવાની સલાહ આપી હતી.

ભૂટાનમાં આવતી વ્યક્તિ તેના લોકોની હૂંફ અને સરળતાથી જેટલી પ્રભાવિત થાય છે, તે તેની કુદરતી સૌંદર્યથી પણ પ્રભાવિત થાય છે.

મારી ભૂટાનના નેતાઓ સાથે સારી વાતચીત થઈ. ભારત અને ભુટાનના લોકો વચ્ચે સારો સંબંધ છે. આજે ભારતમાં પરિવર્તનનો સમય છે. ભારતમાં ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે.

આજે રવિવારનો દિવસ છે અને તમારે લોકોને લેકચર અટેંડ કરવો પડી રહ્યો છે, તેથી હું બહુ ઓછા શબ્દોમાં બોલીશ. આજે હું ભૂટાનના ભવિષ્ય સાથે છું. હું ઉર્જાને અનુભવું છું. આપણે ફક્ત ભૌગોલિક રીતે જ નહીં પણ સાંસ્કૃતિક રીતે આત્મીય રીતે જોડાયેલા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.