કોરોના/ ગુજરાતના વધુ બે IAS અધિકારી કોરોના સંક્રમિત,જાણો વિગત

ગુજરાતના વધુ બે આઇએએસ કોરોના ની ચપેટમાં આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે ને થયો કોરોના અને રાજકુમાર બેનીવાલ પણ આવ્યા ઝપટમાં

Top Stories Gujarat
ias ગુજરાતના વધુ બે IAS અધિકારી કોરોના સંક્રમિત,જાણો વિગત

ગુજરાતના વધુ બે આઇએએસ કોરોના ની ચપેટમાં
આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે ને થયો કોરોના
રાજકુમાર બેનીવાલ પણ આવ્યા ઝપટમાં
સાંજે જ આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ થયા હતા સંક્રમિત..

ઉલ્લેખનીય રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 કેસ સામે આવ્યા છે.  જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોંધાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતે સૌથી વધુ 1290 કેસ નોંધાયા છે. અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. બીજી લહેર દરમિયાન પણ અમદાવાદ ખાતે સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં 415 કેસ, વડોદરામાં 86 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37,  રાજકોટમાં 36, ખેડામાં 34 , ભરૂચમાં 26,  મોરબીમાં 24 અને ગાંધીનગરમાં 23 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજ રોજ છેલ્લા 24 કલાકમાં 240 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7881 છે.  રાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત થાય છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,36,803 પહોંચ્યો છે.  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,287  છે.  તો સાથે રાજ્યમાં રાજ્યમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે.