Not Set/ ગોવામાં ગુંજી કર્ણાટક જંગ, કોંગ્રેસ બોલી: અહીં પણ સૌથી મોટી પાર્ટીને બોલાવે ગવર્નર

  કર્ણાટકમાં નવી નવેલી યેદિયુરપ્પા સરકાર વિરુદ્ધ મોરચા ખોલતા કોંગ્રેસ પાર્ટી હવે ગોવામાં પણ એક્ટીવ થઇ ગઈ છે. ગોવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગીરીશ ચોડનકરે રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળવાનો સમય માંગ્યો છે. કોંગ્રેસ રાજ્યપાલને ગોવામાં પણ કર્ણાટક ફોર્મ્યુલા વાપરી શકાય છે. કોંગ્રેસનો તર્ક છે કે જ્યારે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાનો અવસર મળી શકે છે […]

Top Stories India Politics
40147 vkkqmxupmt 1505392641 ગોવામાં ગુંજી કર્ણાટક જંગ, કોંગ્રેસ બોલી: અહીં પણ સૌથી મોટી પાર્ટીને બોલાવે ગવર્નર

 

કર્ણાટકમાં નવી નવેલી યેદિયુરપ્પા સરકાર વિરુદ્ધ મોરચા ખોલતા કોંગ્રેસ પાર્ટી હવે ગોવામાં પણ એક્ટીવ થઇ ગઈ છે. ગોવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગીરીશ ચોડનકરે રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળવાનો સમય માંગ્યો છે. કોંગ્રેસ રાજ્યપાલને ગોવામાં પણ કર્ણાટક ફોર્મ્યુલા વાપરી શકાય છે. કોંગ્રેસનો તર્ક છે કે જ્યારે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાનો અવસર મળી શકે છે એવી પરિસ્થિતિમાં ગોવામાં પણ આવું થઇ શકે છે. એટલું જ નહિ બિહારમાં પણ આરજેડી નાં તેજસ્વી યાદવ પણ રાજ્યપાલને મળશે અને સૌથી મોટી પાર્ટી બનવાનો તર્ક રાખશે.

આપને જણાવી દઈએ કે શુકવારે સવારે કોંગ્રેસના નેતાઓનું મંડળ ગોવા ગવર્નરને મળી શકે છે. આ સિવાય કોંગ્રેસ પોતાના બધા ધારાસભ્યોની ગવર્નર  સામે પરેડ પણ કરાવી શકે છે.

ગોવામાં શું થયું?

આપને જણાવી દઈએ કે જયારે કર્ણાટકની 40 વિધાનસભા સીટોના પરિણામ આવ્યા ત્યારે સ્થિતિ બિલકુલ કર્ણાટક જેવી જ હતી. બીજેપીએ 14 સીટો પર કબજો બનાવ્યો હતો અને અન્ય દળ સાથે મળીને એ સરકાર બનાવી લીધી હતી.

કર્ણાટકમાં શું થયું?

કર્ણાટકમાં 15 મેના રોજ જયારે પરિણામ આવ્યું ત્યારે  બીજેપી 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. ત્યાં જ પરિણામો બાદ કોંગ્રેસ અને જેએસડી એક સાથે આવી ગઈ છે. બંનેની સીટ કુલ મળીને 116 થાય છે. પરંતુ સરકાર બનાવવાનું આમંત્રણ બીજેપીને મળ્યું અને ગુરુવારે નવી સરકારે શપથ લીધી હતી.