Not Set/ સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવી ભારતની વિજયી શરૂઆત. કોહલીએ ફટકારી સદી

ડરબન ૬ મેચોની સીરીઝની પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીની ૩૩મી સદી અને રહાણેના ૭૯ રનની મદદથી ભારતે દ.આફ્રિકાને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૨૬૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે ૪૫.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી. આ સાથે જ સીરીઝમાં ભારતે […]

Top Stories
Indian Team AP સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવી ભારતની વિજયી શરૂઆત. કોહલીએ ફટકારી સદી

ડરબન

૬ મેચોની સીરીઝની પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીની ૩૩મી સદી અને રહાણેના ૭૯ રનની મદદથી ભારતે દ.આફ્રિકાને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૨૬૯ રન બનાવ્યા હતા.

જેના જવાબમાં ભારતે ૪૫.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી. આ સાથે જ સીરીઝમાં ભારતે ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે એટલુ જ નહીં ડરબનમાં દ.આફ્રિકા સામે ભારતની આ પ્રથમ જીત હતી. ૨૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમની શરુઆત ખૂબ જ આક્રમક રહી હતી.

જો કે, રોહિત શર્મા સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નહતો અને ૨૦ રનમાં મોર્કેલની બોલિંગમાં ડી કોકને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ શિખર ધવન પણ ૩૫ રન બનાવી કમનસીબ રીતે રનઆઉટ થયો હતો. જાકે અહીંથી વિરાટ કોહલી અને રહાણે વચ્ચે ૧૮૯ રનની ભાગીદારી નોંધાઈ હતી.

જેણે ભારતને જીતના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. રહાણએ પોતાની વન-ડે કારકિર્દીની ૨૪મી અડધી સદી ફટકારી હતી. એટલુ જ નહીં વન-ડેમાં આ તેની સતત પાંચમી અડધી સદી હતી.  આ પહેલા દ.આફ્રિકાએ કેપ્ટન ડુ પ્લેસીસના ૧૨૦ રનની મદદથી નિર્ધારીત ૫૦ ઓવરમાં ૨૬૯ રન બનાવ્યા હતા. મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર કેપ્ટન કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.