Surat News/ સુરત DCP રાજદીપસિંહ નકુમ વિવાદ: આરોપીઓને જાહેરમાં માર મારવાના વીડિયો બાદ હાઇકોર્ટમાં સુઓમોટોની માંગ

Salabatpura Case: સુરતમાં હત્યાના પ્રયાસના કેસમાં પકડાયેલા આરોપીઓને જાહેરમાં માર મારવાના વાયરલ વીડિયો બાદ DCP રાજદીપસિંહ નકુમ (Rajdeepsinh Nakum) ફરી વિવાદમાં. હાઇકોર્ટના વરિષ્ઠ વકીલે ચીફ જસ્ટિસને સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ કરી.

Top Stories Gujarat Surat Breaking News
Salabatpura Case: સુરત DCP Rajdeepsinh Nakumની કાર્યવાહી સામે હાઇકોર્ટમાં અરજી

Surat News: સુરતના સલાબતપુરા (Salabatpura Case) વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસની કાર્યવાહી બાદ એક નવો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ અધિકારી દ્વારા આરોપીઓ સાથે કથિત રીતે જાહેરમાં મારપીટ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાએ કાયદાકીય અને જાહેર ચર્ચા જગાવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના ચીફ જસ્ટિસને પત્ર લખીને સમગ્ર ઘટનાનો સુઓમોટો સંજ્ઞાન લેવા અપીલ કરી છે.

Salabatpura Case: શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, સુરતના સલાબતપુરા (Salabatpura Case) પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં આરોપીઓને જાહેર રસ્તા પર લઈ જવામાં આવ્યા હોવાનું તેમજ પોલીસ અધિકારી દ્વારા તેમના વાળ પકડીને લાકડી વડે માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાએ કાયદાકીય ચર્ચા જગાવી છે.

હાઇકોર્ટમાં સુઓમોટોની માંગ

આ સમગ્ર ઘટનાને લઈને એડવોકેટ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે જો વીડિયોમાં દેખાતી ઘટના સાચી હોય તો તે કાયદાના શાસન અને બંધારણીય મૂલ્યો સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.તેમણે કોર્ટને રાજ્ય સરકાર અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવી સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે.

Salabatpura Case
Salabatpura Case

બંધારણીય અધિકારોના ભંગનો દાવો

રજુઆતમાં દલીલ કરવામાં આવી છે કે આરોપી વ્યક્તિને કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવે તે પહેલાં તેને જાહેરમાં સજા આપવાનો કોઈ અધિકાર પોલીસને નથી.પત્રમાં ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે આવી કાર્યવાહી બંધારણીય મૂલ્યો વિરુદ્ધ હોઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ

રજુઆતમાં સુપ્રીમ કોર્ટના બે મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડી.કે. બાસુ વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય (1997) – કસ્ટોડિયલ હિંસા અને ધરપકડ દરમિયાન અનુસરવાની માર્ગદર્શિકાઓ.

પ્રકાશ સિંહ વિ. ભારત સરકાર (2006) – પોલીસ સુધારા અને જવાબદારી સંબંધિત માર્ગદર્શિકાઓ.

આ ઉપરાંત ગુજરાતમાં અગાઉ બનેલા ખેડા ફ્લોગિંગ કેસનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે.

Salabatpura Case: પોલીસના પરિપત્રનો પણ ઉલ્લેખ

પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત પોલીસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા પરિપત્રમાં આરોપીઓને જાહેરમાં પરેડ કરાવવા અથવા જાહેરમાં શારીરિક સજા આપવાની મનાઈ કરવામાં આવી છે. જો વાયરલ વીડિયોમાં દેખાતી ઘટના સાચી સાબિત થાય તો તે પોલીસ વિભાગના આંતરિક નિયમો સાથે પણ અસંગત હોઈ શકે છે.

CCTV અને અન્ય પુરાવા સુરક્ષિત રાખવાની માંગ

વકીલે પોતાની રજૂઆતમાં હાઇકોર્ટને વિનંતી કરી છે કે ઘટના સ્થળના CCTV ફૂટેજ, મોબાઇલ વીડિયો સહિતના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવાઓ તાત્કાલિક સુરક્ષિત રાખવાના આદેશ આપવામાં આવે, જેથી તપાસ દરમિયાન પુરાવા સાથે કોઈ પ્રકારની છેડછાડ ન થાય.


આ પણ વાંચો:સુરતમાં વૃદ્ધની હત્યાનો CCTV આવ્યો સામે: જહાંગીરપુરા વિસ્તારમાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો

આ પણ વાંચો:સુરતમાં 23 વર્ષના કાપડના વેપારી યુવાનની આત્મહત્યાથી ખળભળાટ

આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર: ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા મારી હત્યા