Not Set/ ફાસ્ટફુડ વધુ ખાવો છો,તો કસરત કરવા રહો તૈયાર

અમદાવાદ, તમે બપોરના સમયે  લંચમાં ફાસ્ટફુડ લઈ રહ્યા છો તો તમારે કેલેરી ઘટાડવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. તાજેતરમાં થયેલ સંશોધન મુજબ ફાસ્ટફુડ ખાવાથી શરીરમાં ઉત્પન્ન થતી કેલેરીને ઘટાડવા માટે તમારે વધુ પ્રમાણમાં વ્યાયામ અને મહેનત કરવી પડશે. સિડની સ્થિત જ્યોર્જ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા જાહેર કરવામાં આવે તારણ મુજબ કેટલાક ભોજનના કારણે  ઉત્પન્ન થતી કેલેરી […]

Health & Fitness Lifestyle
awo ફાસ્ટફુડ વધુ ખાવો છો,તો કસરત કરવા રહો તૈયાર

અમદાવાદ,

તમે બપોરના સમયે  લંચમાં ફાસ્ટફુડ લઈ રહ્યા છો તો તમારે કેલેરી ઘટાડવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. તાજેતરમાં થયેલ સંશોધન મુજબ ફાસ્ટફુડ ખાવાથી શરીરમાં ઉત્પન્ન થતી કેલેરીને ઘટાડવા માટે તમારે વધુ પ્રમાણમાં વ્યાયામ અને મહેનત કરવી પડશે. સિડની સ્થિત જ્યોર્જ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા જાહેર કરવામાં આવે તારણ મુજબ કેટલાક ભોજનના કારણે  ઉત્પન્ન થતી કેલેરી શરીરને ખૂબ જ નુકશાન કરે છે. આ પ્રકારની કેલેરી  કન્ટ્રોલમાં લેવા માટે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં વ્યાયામની જરૂર પડે છે.

આ સંશોધનમાં લગભગ 1 હજારથી વધુ ભોજનની વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે,  બર્ગર,  સેન્ડવીચ,પીઝા, દાબેલી, વડાપાઉં જેવા મસ્કાબન ફાસ્ટફુડમાં સૌથી વધુ કેલેરી હોય છે. ઈન્સ્ટીટ્યુટની ફૂડ પોલીસી ડિવીઝનના હેડ ક્રિસ્ટન પિટરસને જણાવ્યું હતું કે, દુનિયામાં સરેરાશ લોકો 30 મિનિટની શારીરિક કસરત કરે છે.

જે સામાન્ય ભોજન માટે તો પર્યાપ્ત છે. પરંતુ ફાસ્ટફુડથી ઉત્પન્ન થતી કેલેરીને દૂર કરવા માટે તે પર્યાપ્ત નથી. આ માટે વધુ વ્યાયામ અને મહેનતની જરૂર પડે છે. પીટરસને જણાવ્યું છે કે, જો તમે બહારની હોટલોમાંથી મંગાવીને ભોજન કરતા હોઉ તો પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે. વધારે પડતુ બહારનું ભોજન ખાતા લોકોને પોતાના ભોજન મેનુમાં બને તેટલી વધુ ઝડપથી ફેરબદલ કરવાની જરૂર છે. જો તેમ કરવામાં નહીં આવે તો વજન વધતા કોઈ અટકાવી નહીં શકે.