Politics/ રાહુલનો PM પર કટાક્ષ – “વાણીની સ્વતંત્રતા ‘મન કી બાત’ સુધી મર્યાદિત છે!”

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહિનાનાં અંતિમ રવિવારનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધતા હોય છે….

Top Stories India
cricket 14 રાહુલનો PM પર કટાક્ષ - "વાણીની સ્વતંત્રતા 'મન કી બાત' સુધી મર્યાદિત છે!"

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહિનાનાં અંતિમ રવિવારનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધતા હોય છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ પર ટોણો માર્યો છે. રાહુલ ગાંધીએ રવિવારે સવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યુ છે.

રાજકોટ / MLA ગોવિંદ પટેલનું વિવાદિત નિવેદન – જે મહેનત કરે છે તેને કોરોના નથી થતો

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું છે કે, “વાણીની સ્વતંત્રતા ‘મન કી બાત’ સુધી મર્યાદિત છે!”. આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ ઘણીવાર સરકારની નીતિઓની ટીકા કરી છે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ આ હુમલો કરી બંગાળની રાજનીતિને પ્રભાવિત કરી છે. રાહુલ ગાંધીએ શનિવારે આસામ વિધાનસભાની ચૂંટણી 2021 માટે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ અને આરએસએસ મળીને દેશની વિવિધ સંસ્કૃતિઓ પર હુમલો કરી રહ્યા છે. આપણી ભાષાઓ, ઇતિહાસ, આપણી વિચારવાની રીત, આપણી જીવનશૈલી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેથી આ ઘોષણા પત્ર એક ગેરંટી આપે છે કે અમે આસામ રાજ્યનાં વિચારનો બચાવ કરીશું.

રાજકારણ / અરવલ્લીનાં માલપુરમાં ભાજપનાં મહામંત્રી પર હુમલો, કોંગ્રેસ MLA પર આક્ષેપ

આ પહેલા શનિવારે રાહુલ ગાંધીએ વધુ એક ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું હતુ કે, આ સરકારે શું વધારો કર્યો? બેકારી, મોંઘવારી, ગરીબી અને માત્ર મિત્રોની કમાણી. વળી, રાહુલ ગાંધીએ એક અખબારનાં આંકડા પણ શેર કર્યા છે. તેમાં જણાવાયું છે કે, કોવિડ પહેલા 9.9 કરોડ લોકો મધ્યમ આવક જૂથનો ભાગ હતા, જેમની સંખ્યા ઘટીને 6.6 કરોડ થઈ ગઈ છે. આ સાથે, આંકડામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 2011 થી 2019 ની વચ્ચે, 5.7 કરોડ લોકો નિમ્ન આવક જૂથમાંથી બહાર નીકળી ગયા હતા અને મધ્યમ આવક જૂથનો ભાગ બન્યા હતા. દરરોજ રૂ.150 કે તેથી ઓછા કમાતા લોકોની સંખ્યા 75 કરોડ પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદો, બેરોજગારી, દેશનાં અર્થતંત્ર, બળતણનાં ભાવ જેવા મુદ્દાઓ પર સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રની મોદી સરકારને સતત સવાલો કરતા રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ