કોરોના સંક્રમણ/ લોકસભાના સ્પીકર ઓમ બિરલા કોરોના પોઝિટિવ, AIIMS કોવિડ સેન્ટરમાં કરાયા દાખલ

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમને 20 માર્ચે AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
A 226 લોકસભાના સ્પીકર ઓમ બિરલા કોરોના પોઝિટિવ, AIIMS કોવિડ સેન્ટરમાં કરાયા દાખલ

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમને 20 માર્ચે AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત સ્થિર છે. આપને જણાવી દઇએ કે બિરલા તાજેતરમાં સંસદની કાર્યવાહીમાં લોકસભાના અધ્યક્ષ સ્થાને જોવા મળ્યા હતા.

દિલ્હી AIIMS દ્વારા જણાવાયું છે કે ઓમ બિરલા 19 માર્ચે કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. આ પછી, 20 માર્ચે, તેમને નિરીક્ષણ માટે AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 43,846 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસે નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જારી કરેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં નવા દર્દીઓ સાથે ચેપના કેસોની સંખ્યા વધીને 1,15,99,130 ​​થઈ છે. સતત 11 મા દિવસે કોવિડ -10 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાવ્યા પછી, આ સંખ્યા હવે વધીને 3,09,087 પર પહોંચી ગઈ છે, જે ચેપના કુલ કેસના 2.66 ટકા છે.

ભારતે કોરોના વાયરસ સામે વિશ્વની સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કરોડ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.