Not Set/ સંસદનું સંપૂર્ણ બજેટ સત્ર બન્યું હંગામેદાર, દેશની સામાન્ય જનતાના કરોડો રૂપિયા થયા સ્વાહા

નવી દિલ્હી, સંસદના બજેટ સત્રની શુક્રવારે પૂર્ણાહુતિ થઈ છે પરંતુ ગત જાન્યુઆરી માસના અંતથી શરુ થયેલા બજેટસત્ર દરમિયાન સંસદના બંને ગૃહો હોબાળાની ભેટ ચડ્યા છે. આ શત્ર દરમિયાન ફેસબુક ડેટાલીક, આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો આપવા સહિતના વિપક્ષી પાર્ટીઓના હોબાળાના કારણે છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી ઓછુ કામ થયુ છે. બીજી બાજુ આ હોબાળાના કારણે દેશની સામાન્ય […]

India
ggdgg સંસદનું સંપૂર્ણ બજેટ સત્ર બન્યું હંગામેદાર, દેશની સામાન્ય જનતાના કરોડો રૂપિયા થયા સ્વાહા

નવી દિલ્હી,

સંસદના બજેટ સત્રની શુક્રવારે પૂર્ણાહુતિ થઈ છે પરંતુ ગત જાન્યુઆરી માસના અંતથી શરુ થયેલા બજેટસત્ર દરમિયાન સંસદના બંને ગૃહો હોબાળાની ભેટ ચડ્યા છે. આ શત્ર દરમિયાન ફેસબુક ડેટાલીક, આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો આપવા સહિતના વિપક્ષી પાર્ટીઓના હોબાળાના કારણે છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી ઓછુ કામ થયુ છે. બીજી બાજુ આ હોબાળાના કારણે દેશની સામાન્ય જનતા માટેના જરૂરી બીલ પસાર થઇ શક્યા નથી અને કરોડો રૂપિયા હંગામાના કારણે સ્વાહા થયા છે.

સંસદના બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ૨૪ લાખ કરોડ રૂપિયાનુ બજેટ પાસ થયુ હતું પરંતુ હોબાળા વચ્ચે આ બજેટ પર એક પણ દિવસ ચર્ચા થઈ નથી. સંસદમાં લોકસભામાં બજેટ અંગે ચર્ચા પાછળ માત્ર ૧૪ કલાક ફળવાયા હતા. જ્યારે રાજ્યસભામાં ૧૦.૯ કલાક ફળવાયા હતા. જયારે શત્રનો બાકીનો સમયગાળો માત્ર હંગામા વચ્ચે જ પસાર થયો હતો.

આ પહેલાના બજેટ સત્રની વાત કરવામાં આવે તો કુલ મળીને સરેરાશ ૩૩ કલાક સુધીની ચર્ચા થતી હતી. આ ઉપરાંત કામની દ્રષ્ટિએ ૨૦૧૮નુ બજેટ સત્ર ભારતના ઈતિહાસમાં ચોથુ સૌથી ખરાબ સત્ર રહ્યુ છે. આ પહેલા ૨૦૧૦માં શિયાળુ સત્રમાં ખૂબ જ ઓછુ કામ થયુ હતું. ૨૦૧૦માં શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ૬ ટકા અને રાજ્યસભામાં ૨ ટકા જ કામ થઈ શક્યુ હતુ.

૨૦૧૩માં લોકસભામાં ૧૫ અને રાજ્યસભામાં ૨૫ ટકા કામ અને ૨૦૧૬માં લોકસભામાં ૧૫ અને રાજ્યસભામાં ૧૮ ટકા કામ થયુ હતું. જ્યારે ચાલુ વર્ષે બજેટ સત્રમાં લોકસભામાં ૨૫ અને રાજ્યસભામાં ૩૧ ટકા કામ થયુ છે પરંતુ આ કામ માત્ર બજેટસત્રના પ્રથમ ભાગમાં જ થયુ છે. બીજા ભાગમાં માત્રને માત્ર હોબાળો થયો છે. જ્યારે બજેટ સત્ર આટલુ ખરાબ રહ્યુ હોય તેવુ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુ છે.