Not Set/ સુરતમાં બાળકીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

સુરત, સુરતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆવ બુડીયા રોડ પર કોઇ અજાણ્યા શખ્સો બાળકીને ફેકી જતા રહ્યા હતા. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકી એક ઝાડીમાંથી મળી આવેલી અને બાળકીના શરીર પર ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા સેવવામાં આવી રહી […]

Gujarat
5b90a45b 8eb0 49bd 9231 ea50f3a26bfe સુરતમાં બાળકીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

સુરત,

સુરતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆવ બુડીયા રોડ પર કોઇ અજાણ્યા શખ્સો બાળકીને ફેકી જતા રહ્યા હતા. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકી એક ઝાડીમાંથી મળી આવેલી અને બાળકીના શરીર પર ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં જીયાવ-બુડિયા નજીક એક ઝાડીમાંથી ૮ વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા બાળકીની હત્યા કરાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું હાલ તો પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.