Not Set/ CWG 2018: ખેડૂપુત્ર દીપકે દેશને અપાવ્યો ચોથો મેડલ

યુવા દીપક લાથેરે 21 માં કોમનવેલ્થ ગેમમાં ભારતને ચોથો પદક અપાવ્યો છે. સંજોગની વાત છે કે ભારતને ચારેય મેડલ વેઇટ લિફ્ટિંગમાં જ મળ્યા છે. દીપકે પુરુષોના 69 કિલોગ્રામ ભાર વર્ગમાં બ્રોન્જ મેડલ જીત્યો છે. આ તેમની પહેલી ગેમ હતી. 18 વર્ષીય દીપક હરિયાણાનનાં શાદીપુર ગામનાં રહેવાસી છે. દીપકે કુલ 295 કિલોગ્રામ (136 સ્નેચ અને 159 કિલોગ્રામ […]

Sports
86257 oucnecduix 1522999521 CWG 2018: ખેડૂપુત્ર દીપકે દેશને અપાવ્યો ચોથો મેડલ

યુવા દીપક લાથેરે 21 માં કોમનવેલ્થ ગેમમાં ભારતને ચોથો પદક અપાવ્યો છે. સંજોગની વાત છે કે ભારતને ચારેય મેડલ વેઇટ લિફ્ટિંગમાં જ મળ્યા છે. દીપકે પુરુષોના 69 કિલોગ્રામ ભાર વર્ગમાં બ્રોન્જ મેડલ જીત્યો છે. આ તેમની પહેલી ગેમ હતી. 18 વર્ષીય દીપક હરિયાણાનનાં શાદીપુર ગામનાં રહેવાસી છે. દીપકે કુલ 295 કિલોગ્રામ (136 સ્નેચ અને 159 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક) ઉપાડ્યો હતો.

લાથેરે 2 વર્ષ પહેલા કોમનવેલ્થ યુથ ગેમ્સમાં પદાર્પણ કર્યું હતું. લથેરે સ્નેચના પહેલા પ્રયાસમાં જ 132 અને બીજામાં 136 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો. આ પછી ત્રીજા પ્રયાસમાં તેઓ 138 કિલોગ્રામ વજન ઉઠાવવામાં ચુકી ગયા હતા. ક્લીન એન્ડજર્કમાં 6 વેઇટ લિફ્ટર તેમનાથી આગળ નીકળી ગયા હતા. દીપકે 159 કિલોગ્રામ વજન ઉપાડીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. આ પહેલા તેમનું સર્વશ્રેષ્ઠ 157 કિલોગ્રામ હતું. આ પછી ત્રીજા પ્રયાસમાં તેઓ 162 કિલો વજન ઉઠાવવાથી ચુકી ગયાં હતા.

મેળલી આશ હવે ઓછી થઇ રહી હતી ત્યારે સમોઆના વાઈપોવા પોતાના પ્રયાસમાં ચુક્યા હતા. ત્યારે લાથેરનું મેડલ પાકું થઇ ગયું હતું. આ લાથેરનું શાનદાર પ્રદર્શન હતું.  દીપક પાસેથી મેડલની આશા તો હતી જ પરંતુ તેમનો આ સામનો વધારે અનુભવી લોકોથી હતો પરંતુ તેઓ તેમાં સફળ નીવડ્યા.

આ ઇવેન્ટમાં ગોલ્ડ વેલ્સના ગૈરેથ ઇવાન્સે જીત્યો હતો. તેમને કુલ 299 કિલો (136 સ્નેચ અને 163 ક્લીન એન્ડ જર્ક) ઉઠાવ્યો હતો. આ પછી રજત પદક શ્રીલંકાના ઈન્ડીકા દીસાનાયાકેના નામે ગયો હતો જેમણે 297 (138 સ્નેચ અને 160 ક્લીન એંડ જર્ક) ઉઠાવ્યો હતો.

9 વર્ષની ઉમરમાં શરુ કરી હતી વેઇટ લિફ્ટિંગ

ખેડૂત પરિવારમાં જન્મેલા દીપકે 9 વર્ષની ઉમરમાં જ વેઇટ લિફ્ટિંગ શરુ કરી દીધી હતી. તમના પિતા બીજેનદારએ જયારે દીપકને પાવડો ચલાવતા જોયો ત્યારે તેમને દીપકની તાકાત વિશે જાણ પડી હતી. 2008 માં ટ્રાયલ દરમિયાન તેમણે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમોના દીપકે પોતાની પ્રતિભા દર્શાવી હતી. અ પછી તમની પસંદગી પુનાની સપોર્ટ એકાદમી માટે થયું હતું. ત્યાં તેમણે દૈવારના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો. દીપક જેમકે વેઇટ લિફ્ટિંગ કરવા ઈચ્છતો હતો અને પછી તેમની મોકામના સંપૂર્ણ થઇ હતી.

15 વર્ષની ઉમરમ ચેમ્પિયન

2015 માં તેમની મહેનત રંગ લાવી હતી જયારે તેમને કોમનવેલ્થ ચેમ્પિયનશીપના યુથ (અન્ડર 17) 62 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બાદ એશિયન યુથ ચેમ્પિયનશીપમાં તેમને સિલ્વર મેડલ જીત્યો અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવા વાળા ભારતના સૌથી યુવા વેઇટ લિફ્ટર બની ગયા હતા. 2016માં તેમણે 62 કિલો વર્ગમાં સ્નેચનો નેશનલ રેકોર્ડ બનાવી 267 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો અને માત્ર 15 વર્ષની ઉમરમાં સૌથી યુવા ચેમ્પિયન બન્યા હતા.