Cricket/ વિરાટ કોહલીએ 500મી મેચમાં 76મી સદી ફટકારી,સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ભારતની બહાર લગભગ 5 વર્ષ બાદ સદી ફટકારી છે

Top Stories Sports
4 1 14 વિરાટ કોહલીએ 500મી મેચમાં 76મી સદી ફટકારી,સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ભારતની બહાર લગભગ 5 વર્ષ બાદ સદી ફટકારી છે. અગાઉ 2018માં તેણે વિદેશી ધરતી પર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની 500મી મેચમાં કારકિર્દીની 76મી સદી ફટકારી હતી. આ સાથે જ ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલીની આ 29મી સદી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ પહેલા દિવસે 87 રન બનાવ્યા હતા. બીજા દિવસે તેને સદી પૂરી કરવા માટે માત્ર 13 રનની જરૂર હતી. તેણે ભારતીય દાવની 91મી ઓવરમાં ગેબ્રેલને ચોગ્ગો ફટકારીને તેની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ 180 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા હતા. આ સાથે વિરાટ કોહલીએ 500મી આંતરરાષ્ટ્રીય મેચ બાદ સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

સચિન તેંડુલકરે તેની શરૂઆતની 499 આંતરરાષ્ટ્રીય મેચોની 569 ઇનિંગ્સમાં 48.51ની અદભૂત સરેરાશ સાથે 24,839 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 68.71 હતો. સચિન આ સમયગાળા દરમિયાન 75 સદી અને 114 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો. તેણે ODI ફોર્મેટમાં તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને તે માત્ર 35ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.