ભાવ ઘટાડો/ પંજાબ સરકારે પેટ્રોલ પર 10 અને ડીઝલ પર 5 રૂપિયા ઘટાડ્યા

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સસાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો હતો ,પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 ઘટાડો કર્યો હતો

Top Stories India
punjab 2 પંજાબ સરકારે પેટ્રોલ પર 10 અને ડીઝલ પર 5 રૂપિયા ઘટાડ્યા

પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આજે પંજાબ સરકારે નિર્ણય લીધો છે કે પંજાબમાં મધરાતથી પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સસાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો હતો ,પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 ઘટાડો કર્યો હતો આ ઉપરાંત અનેક ભાજપ શાસિત પ્રદેશોએ પણ વેટ ઘટાડતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરતાં હવે પેટ્રોલનો ભાવ 100ની અંદર આવી ગ્યો છે. કોંગ્રેસ રાજ્યએ પણ વેટમાં ઘટાડો કર્યો છે.

કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા વેટ ઘટાડવાના ઇનકાર વચ્ચે પંજાબમાં વેટ ઘટાડવાના નિર્ણયને ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. પંજાબમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ચરણજીત સરકારને આશંકા હતી કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ન ઘટાડતા જનતાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. મધ્યમ વર્ગને ખુશ કરવા સરકારે પેટ્રોલ પર વધુ ટેક્સ ઘટાડી દીધો છે, કેન્દ્ર સરકારે ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા 5 રૂપિયાની કપાત કરવામાં આવી છે. દિવાળી બાદથી પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે અને ડીઝલમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે.