Not Set/ એવો દેશ કે જ્યાં મહિલાએ પ્રેગનન્ટ થતાં પહેલાં બોસની લેવી પડે છે પરમીશન

ટોક્યો, ભારત સહિતના વિશ્વના ઘણા દેશો વધતી વસ્તીથી પરેશાન છે. જયારે જાપાન સાથે આ મામલો થોડો અલગ છે. અહીં લોકો બાળકો કરતા તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિવિધ સમાજવાદીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે,  કારણ કે તે લાંબા ગાળે અર્થતંત્રને ધીમું કરી શકે છે. આ ઉપરાંત જાપાનનો બીજો એક નિયમ તમને આશ્ચર્યમાં પાડી […]

Lifestyle
pregnant woman એવો દેશ કે જ્યાં મહિલાએ પ્રેગનન્ટ થતાં પહેલાં બોસની લેવી પડે છે પરમીશન

ટોક્યો,

ભારત સહિતના વિશ્વના ઘણા દેશો વધતી વસ્તીથી પરેશાન છે. જયારે જાપાન સાથે આ મામલો થોડો અલગ છે. અહીં લોકો બાળકો કરતા તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિવિધ સમાજવાદીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે,  કારણ કે તે લાંબા ગાળે અર્થતંત્રને ધીમું કરી શકે છે. આ ઉપરાંત જાપાનનો બીજો એક નિયમ તમને આશ્ચર્યમાં પાડી શકે છે. માતા બનતા પહેલા, સ્ત્રીઓને તેમના બોસ પાસેથી પરવાનગી મળવી જરૂરી છે .જાણો શું છે સમગ્ર મામલો

  1. જાપાનમાં પુરુષોની જેમ, સ્ત્રીઓ પણ તેમની કારકિર્દીને ખૂબ જ ગંભીરતાથી લે છે. અહિયાં સ્ત્રીઓ 30 વર્ષ સુધી લગ્ન ન કરે હવે તે સામાન્ય બાબત છે. તેઓ વિવિધ કંપનીઓમાં કામ કરે છે. જાપાનની ઘણી કંપનીઓમાં એવો નિયમ છે કે જો કોઈ મહિલા માતા બનવા માંગે છે. તો તેઓને તમની કંપનીને લેખિતમાં જાણ કરવી પડે છે. જેથી તેમના બીજા કર્મચારી જવાબદારી સાંભળી શકે.
  2. કેમકે, માતા બનવાનાં ઘણા મહિનાઓ કે વર્ષો સુધી મહિલા બાળકના ઉછેરમાં ધ્યાન આપવાના કારણે તે ઓફીસના કામ તરફ પુરતું ધ્યાન આપી શકતા નથી. એવામા કંપનીના કામ પર અવરોધ આવી શકે છે. તેના કારણે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે. જેથી જો કોઈ મહિલા કર્મચારી માતા બનવા માંગે છે, તો કંપનીને તેના વિશે જાણ જરૂર કરે.

3.જાપાનમાં કેટલાક કિસ્સાઓ આવ્યા છે જેમાં મહિલા કર્મચારીઓ તેમના બોસને જાણ કર્યા વિના ગર્ભવતી બની હોય. આ પછી તેમને માફી પણ માંગવી પડી હતી. ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમની આપવીતી શેર કરી ચુકી છે. ઘણી સ્ત્રીઓએ આ નિયમની ટીકા કરી છે. તો પણ હજુ સુધી આ નિયમ જાપાનની કાર્યશૈલીનો એક ભાગ છે અને સ્ત્રી કર્મચારીઓને અનુસરવાની ધારણા છે જેથી તેઓ તેને અનુસરી શકે.

  1. ઉલ્લેખનીય છે કે, જાપાન તેના ઘણા વિશેષતાઓ માટે જાણીતું છે. અહીના લોકો તમની કારકિર્દી વિશે ગંભીર છે કે ઘણા લોકો અતિશય કામના લીધે ઓફિસમાં જ મૃત્યુ પામે છે. આ અતિશય કામનું પેશનપુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે.