mahashivratri/ મહાશિવરાત્રિએ ઉપવાસ પર આ બરફી જરૂર બનાવો અને નિરોગી રહો

આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે મહાશિવરાત્રી પર વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગના લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. કેટલાક લોકો ડાયટિંગ માટે ઉપવાસ રાખતા હોય છે. જોકે, ઉપવાસના દિવસે, મોટાભાગના લોકો તેલયુક્ત અને ગળ્યો ખોરાક વધારે લેતા હોય છે. જેના કારણે વજન ઘટવાને બદલે વધે છે.

Lifestyle Food Health & Fitness
Beginners guide to 2024 03 03T164837.700 મહાશિવરાત્રિએ ઉપવાસ પર આ બરફી જરૂર બનાવો અને નિરોગી રહો

Food Recipe: મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન જો તમે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા માંગતા હોવ તો તમે શિંગોડાના લોટની બરફી તૈયાર કરીને ખાઈ શકો છો. આ તમને તળેલો ખોરાક ખાવાથી બચાવશે. તો જાણો કે શિંગોડાના લોટની બરફી કેવી રીતે બનાવી શકાય.

આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે મહાશિવરાત્રી પર વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગના લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. કેટલાક લોકો ડાયટિંગ માટે ઉપવાસ રાખતા હોય છે. જોકે, ઉપવાસના દિવસે, મોટાભાગના લોકો તેલયુક્ત અને ગળ્યો ખોરાક વધારે લેતા હોય છે. જેના કારણે વજન ઘટવાને બદલે વધે છે.

WhatsApp Image 2024 03 03 at 4.49.54 PM મહાશિવરાત્રિએ ઉપવાસ પર આ બરફી જરૂર બનાવો અને નિરોગી રહો

જો તમે ઉપવાસ દરમિયાન તળેલું કંઈ પણ ખાવા માંગતા ન હોય, તો અમે તમારી માટે એક ખાસ રેસિપી લઈને આવ્યા છે, જે ખૂબ જ સરળ અને તેલ વગરની છે. શિવરાત્રી દરમિયાન શિંગોડાના લોટની બરફી ખાવામાં આવે છે. તેને બનાવવા માટે બિલકુલ તેલની જરૂર પડતી નથી. બરફી આરોગવાથી ગેસ કે બળતરા જેવી કોઈ સમસ્યા થતી નથી.

Singhare Ka Halwa - Spice Up The Curry

શિંગોડાના લોટની બરફી બનાવવા માટેની સામગ્રી

શિંગોડાના લોટની બરફી બનાવવા માટે તમારે લગભગ એક વાટકી શિંગોડાનો લોટ અને 1-2 ચમચી દેશી ઘી લેવું. તેના માટે ખાંડ કે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તમે સ્વાદ માટે 1-2 પીસેલી ઈલાયચી ઉમેરી શકો છો.

શિંગોડા બનાવવાની રીત

  • સૌ પ્રથમ, એક કડાઈ લો અને તેમાં 1 ચમચી ઘી ઉમેરો અને શિંગોડાના લોટને ધીમી આંચે શેકી લો.
  • શિંગોડાના લોટને મધ્યમ આંચ પર આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લેવાનું છે.
  • હવે ગેસ બંધ કરી લોટને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો.
  • જ્યારે લોટ ઠંડો થાય, ત્યારે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને લોઈઆ(લુવા) રીતે બનાવી લો.
  • હવે આ લુવા કડાઈમાં નાખો અને સતત હલાવતા રહો. કારણ કે તે ઘટ્ટ થવા લાગે અને ગઠ્ઠો થવા લાગે.
  • તમે પાણીને વધુ ઉમેરી શકો છો.
  • આ દરમિયાન, તમારે ખાંડ ઉમેરીને લગભગ 4-5 મિનિટ સુધી સતત હલાવતા રહો.
  • જ્યારે તે ઘટ્ટ થઈ જાય અને તેલમાંથી છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
  • હવે એક થાળીમાં ઘી લગાવો અને પછી તેમાં આ શિંગોડાનો તૈયાર લોટ(બેટર કે હલવો) ફેલાવીને તેને એકસરખા ચોસલા પાડો.
  • તેને થોડું ઠંડુ થવા દો અને પછી ચપ્પા વડે બરફીને તમારી પસંદગીના આકારમાં કાપી લો.
  • જો તમે ઇચ્છો તો ગેસ બંધ કરતી વખતે તેમાં 1 ચમચી ઘી ઉમેરી શકો છો.
  • શિંગોડાના લોટની બરફી જેને તમે દહીં કે દૂધ સાથે ખાઈ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુના બેઠક પર સિંધિયા, ભાજપના કે પી યાદવનું પત્તુ કપાયું

આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…