Health Tips/ માથાના દુખાવામાંથી ઈન્સ્ટન્ટ રાહત અપાવતો રામબાણ ઈલાજ

શું તમે માથાના દુખાવાથી પરેશાન છો? તો આ રીતે મેળવો ચપટી વગાડતા જ રાહત

Tips & Tricks Trending Lifestyle
Head Ache માથાના દુખાવામાંથી ઈન્સ્ટન્ટ રાહત અપાવતો રામબાણ ઈલાજ

ઘણી વખત વધુ પડતો થાક, ડિહાઈડ્રેશન, તડકો, ગરમી કે વધુ પડતા અવાજના કારણે માથામાં એવો અસહ્ય દુખાવો થવા લાગે છે કે, આ દુખાવાને કારણે તમારું કોઈ જ પ્રકારના કામમાં મન નથી લાગતું અને કોઈ સાથે વાતચીત કરવાની પણ ઈચ્થા નથી થતી હોતી.

જ્યારે આ પરિસ્થિતિ તમારા કાબુની બહાર જતી રહે ત્યારે આપણે આ માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ડિસપ્રિન અથવા પેઈન કિલર દવાઓનું સેવન કરવા લાગીએ છે. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી આપણને દુખાવામાંથી રાહત તો મળે છે, પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે.

આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી શકાય છે. આ ઘરેલુ નુસ્ખાની મદદથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને દુખાવાથી રાહત પણ સરળતાથી મળી જાય છે. તો ચાલો જણાવીએ તે માટેના સરળ ઉપાયો…

એક્યુપ્રેશર
બંને આઈ બ્રોની વચ્ચે ચાંદલો કરવાની જગ્યા પર થોડું થોડું પ્રેશર આપતા રહો

આદુ
આદુવાળી ચા કે કૉફીનું સેવન કરવાથી રાહત મળશે

તુલસી
1 કપ પાણીમાં તુલસીના પત્તા નાખી ઉકાળી મધ નાખી પીવાથી લાભ થશે

લવિંગ
લવિંગને તવા પર ગરમ કરી રૂમાલમાં પોટલી બાંધી થોડી થોડી વારે સૂંઘતા રહો.

પાણી
શરીરમાં પાણીની કમી થવા પર માથાનો દુખાવો થાય છે. તેથી પાણી વધુ માત્રામાં પીઓ

મરી અને ફુદીનો
મરી અને ફુદીનાની ચા નું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળશે

આ પણ વાંચો- Government Job / શું તમારે પણ સરકારી નોકરી કરવાની ઈચ્છા છે? તો કરો આ કામ

આ પણ વાંચો-  સત્ય કથા / હનુમાન ચાલીસા આ રીતે આપોઆપ રચાઈ હતી! આ વાર્તા નહીં, સત્ય કથા છે