દેશમાં ચોમાસાના આગમનની તૈયારી થઈ ગઈ છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, ત્રણ જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમાન થાય તેવી સ્થિતિ સર્જાવાનુ શરુ થઈ ગયુ છે. ચોમસુ જોકે એક જુનની જગ્યાએ મોડુ પહોંચી રહ્યુ છે પણ ઉપગ્રહ પાસેથી મળેલી તસવીરો દર્શાવી રહી છે કે, કેરળના દરિયાકાંઠાના વિસ્તારો અને તેની સાથે જોડાયેલા અરબ સાગરમાં વાદળો છવાયેલા છે.
ગુજરાત રાજ્યમાં હવે આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. જેને લીધે ૪ જુન થી ૬ જુન દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રનું વર્ષા વિજ્ઞાનમાં પ્રાચીન સમયથી વધુ મહત્વ રહેલું છે. રોહિણી નક્ષત્રના 4 ભાગોનું અલગ મહત્વ છે. એમાં પણ જો ચોથા ભાગમાં વરસાદ થાય તો સારો વરસાદ થાય છે. આ વખતે ચોથા ચરણમાં વરસાદ થાય એવી શક્યતાઓ છે.
જૂન 4 તારીખમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગો માં વરસાદ થવાની શકયતાઓ છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા તથા મહેસાણા ના કેટલાક ભાગો માં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પાટણ, હારીજમાં પણ વરસાદની શકયતા ઓ છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાથી ચોમાસુ નિયમિત રહેશે. દ.ગુજરાત અને દરિયાકાંઠના ભાગો માં વરસાદ પડી શકે છે. તારીખ 7 અને 8 જૂને વરસાદ પડી શકવાની સંભાવના છે. ત્યારે મૃગશીર્ષ નક્ષત્ર છે. મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થતાં જીવજંતુનું પ્રમાણ વધી શકે છે. 21, અને 22 જૂને વરસાદ પડવાની શક્યતા છે.