તમારા માટે/ આવી રીતે બનાવો કારેલાનું શાક વૃદ્ધો સાથે સાથે બાળકો પણ આંગળીઓ ચાટવા લાગશે

કરેલાનું નામ સાંભળીને ઘણા લોકો જમવાની ના પડી દેતા હોય છે.બધા જ લોકો જાણે છે કે કારેલા ખાવાના અનેક ફાયદાઓ છે.

Trending Lifestyle
Beginners guide to 2024 02 19T180105.724 આવી રીતે બનાવો કારેલાનું શાક વૃદ્ધો સાથે સાથે બાળકો પણ આંગળીઓ ચાટવા લાગશે

કરેલાનું નામ સાંભળીને ઘણા લોકો જમવાની ના પડી દેતા હોય છે.બધા જ લોકો જાણે છે કે કારેલા ખાવાના અનેક ફાયદાઓ છે. તેમ છતાં ઘરના સભ્યો કારેલાનું નામ સાંભળીને જમતા નથી અને બહાર જમવા જવાનું પસંદ કરે છે. પરતું આજે મને તમને કરેલાની એક એવી વાનગી વિશે જાણવા જઈ રહ્યા છીએ જે ખાઈને વૃધ્ધો તો ઠીક પણ નાના બાળકો પણ ખાતા રહી જશે. તો આવો જાણીએ હેલ્ધી અને સ્વાદિષ્ઠ કારેલાની રેસીપી વિશે…..

કારેલાનું શાક બનાવવા માટેની સામગ્રી

કારેલા – 7-8
ડુંગળી – 1
જીરું – 1 ચમચી
ધાણા પાવડર – 1 ચમચી
હળદર – 1ચપટી
શીંગદાણા-50 ગ્રામ
લાલ મરચા-2
ચણાની દાળ-2ચમચી
કાળી અડદની દાળ-2 ચમચી
હીંગ – 1 ચપટી
લીલા મરચા – 1-2
લીલા મસાલો- 2 ટીસ્પૂન
સરસોનું તેલ – 3 ચમચી
ગરમ મસાલો – 1-4 ચમચી
આમચૂર પાવડર – 1-2 ટીસ્પૂન
મીઠું – સ્વાદ અનુસાર
આમલીનું પાણી – અડધો કપ

karela nu bharelu shaak recipe in gujarati

કારેલાનું શાક બનાવાની રીત

કારેલાનું શાક બનાવવા માટે સૌપ્રથમ તેને ગોળ આકારમાં કાપી લો અને તેના બીજ કાઢી લો. હવે કારેલામાં 1 ચમચી મીઠું ઉમેરીને અડધા કલાક માટે ઢાંકી દો. હવે આપણે મસાલેદાર કારેલાનું શાક બનાવવા માટે મસાલો તૈયાર કરીશું.

સૌપ્રથમ એક ગરમ તવા પર 50 ગ્રામ શીંગદાણાને શેકી લો. શીંગદાણા શેકાઈ જાય ત્યારે તેને તવામાંથી કાઢી લો. હવે તેના પછી, 2 લાલ મરચાં, 2 ચમચી ચણાની દાળ, 2 ચમચી કાળી અડદની દાળ, અડધી ચમચી મેથી, જીરું – 1 ચમચી, ધાણા પાવડર – 1 ચમચી લો અને તેને ગરમ તવા પર શેકી લો. હવે પછી આ મસાલાને મિક્સરમાં ક્રશ કરી લો હવે ક્રશ કરેલા પાવડરને ચાળી લો. હવે અડધા કલાક પછી કારેલામાંથી પાણી નીચોવીને બીજા વાસણમાં મુકી લો. હવે તે જ ગરમ પેનમાં કારેલાને ધીમા આંચ પર તળી લો.

ગરમ પેનમાં કારેલા શેકાઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો, હવે એક કળાઈ લો તેમાં 2 ચમચી તેલ નાખીને તેમાં થોડું જીરું, ચણાની દાળ, કાળી અડદની દાળ, હિંગથી વગાર કરવું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને જ્યારે તે લાઈટ બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં શેકાયેલા કારેલા મિક્સ કરો. જ્યારે ડુગંળી અને કારેલા મિક્સ થઈ જાય ત્યારે તૈયાર કરેલો મસાલો ઉમેરો. થોડા સમય પછી, તેમાં આમલીનું પાણી, હળદર, આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ શાકને 2 મિનિટ સુધી હલાવતા રહીશું.
હવે સ્વાદ અનુસાર મીઠું નાખીને 2 ગ્લાસ પાણી ઉમેરો અને શાકને તૈયાર થવા દો. 5 મિનિટ પછી તમે આ મસાલેદાર કારેલાના શાકનો આંનદ ઉઠાવી શકશો. આ ઉપરાંત તમે તેને ભાત અને રોટલી સાથે પણ ખાઈ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો: PM Modi/PM મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે,  વૈદિક મંત્રોચ્ચાર સાથે કલ્કિ ધામ મંદિરનું કર્યું ભૂમિપૂજન

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે