Not Set/ તંદુરસ્ત શરીર માટે 8 કલાકની ઉંઘ જરૂરી, જો નથી લઇ રહ્યા તો રહો સાવધાન

આજે તમે જ્યા નજર નાખશો ત્યા તમને એક ભીડ જોવા મળશે જે કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહે છે. માનવીને આજે પોતાના માટા પણ ટાઇમ રહ્યો નથી, ત્યારે પોતાના સ્વાસ્થ્ય અંગે લોકો જાણે આલસુ બન્યા છે. જો કે આજનાં સમયમાં કામનો બોજ વધી ગયો છે જેના કારણે લોકોને ઉંઘ ઓછી મળી રહી છે. પરંતુ ઓછી ઉંઘ […]

Health & Fitness Lifestyle
Choking While Sleeping તંદુરસ્ત શરીર માટે 8 કલાકની ઉંઘ જરૂરી, જો નથી લઇ રહ્યા તો રહો સાવધાન

આજે તમે જ્યા નજર નાખશો ત્યા તમને એક ભીડ જોવા મળશે જે કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહે છે. માનવીને આજે પોતાના માટા પણ ટાઇમ રહ્યો નથી, ત્યારે પોતાના સ્વાસ્થ્ય અંગે લોકો જાણે આલસુ બન્યા છે. જો કે આજનાં સમયમાં કામનો બોજ વધી ગયો છે જેના કારણે લોકોને ઉંઘ ઓછી મળી રહી છે. પરંતુ ઓછી ઉંઘ તમારા આરોગ્યને સીધી અસર કરે છે.

adobestock 36072425 1 તંદુરસ્ત શરીર માટે 8 કલાકની ઉંઘ જરૂરી, જો નથી લઇ રહ્યા તો રહો સાવધાન

એક અભ્યાસ મુજબ જે લોકો રાત્રે મોડેથી ઉંઘી જાય છે અને વહેલી સવારે ઉઠી જાય છે તે લોકોની આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. તબીબો આ વિષય પર કહે છે કે, જે લોકો પુરતી ઉંઘ નથી લેતા તેમને ઘણી બિમારીઓ થવાની સંભાવનાઓ છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીઓનો સમાવેશ થાય છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, રાત્રે 6 કલાકથી ઓછી ઉંઘ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો 48 ટકા સુધી વધી જાય છે.

Stress તંદુરસ્ત શરીર માટે 8 કલાકની ઉંઘ જરૂરી, જો નથી લઇ રહ્યા તો રહો સાવધાન

 

કાર્ડિયોલોજિસ્ટ એ.બી.મહેતા કહે છે કે, હાર્ટ એટેક સાથે હોસ્પિટલનાં ઇમરજન્સી રૂમમાં પહોચી ગયેલા 60 ટકાથી વધારે દર્દીને તેઓને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ ન હતી. મોટા ભગનાં કેસોમાં વધારે પડતી કસરત અને ઓછી ઉંઘ જવાબદાર હોય છે. આજે દુનિયાનાં મોટા ભાગનાં દેશો માને છે કે રાત્રે 6 કલાકથી ઓછી ઉંઘ તમારા સેહત માટે ખુબ જ હાનિકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.