Stock Market/ ઘટાડે બંધ આવ્યું શેરબજારઃ સેન્સેક્સ 64900 ની નીચે, નિફ્ટી 19300 ની નીચે સરકયો

શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી, પરંતુ બંધ થવાના સમયે ઘટીને બંધ આવ્યું હતું. આજે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં ઘટાડા પર બંધ થવાને કારણે શેરબજારમાં બંધના ધોરણે નિરાશા જોવા મળી હતી.

Top Stories Business
Stock market down ઘટાડે બંધ આવ્યું શેરબજારઃ સેન્સેક્સ 64900 ની નીચે, નિફ્ટી 19300 ની નીચે સરકયો

મુંબઈઃ સ્થાનિક શેરબજારની શરૂઆત Stock Market આજે તેજી સાથે થઈ હતી, પરંતુ બંધ થવાના સમયે તે ઘટીને બંધ આવ્યું હતું. આજે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં ઘટાડા પર બંધ થવાને કારણે શેરબજારમાં બંધના ધોરણે નિરાશા જોવા મળી હતી. અદાણી ગ્રૂપ પર OCCRPના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી હતી.

માસિક એક્સપાયરીનાં દબાણને કારણે બજાર તૂટ્યું
જોકે માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ એક્સપાયરી પ્રેશર હતું. આજે બેન્ક નિફ્ટી Stock Market પણ ઘટાડા પર બંધ થઈ છે અને PSU બેન્કો સતત ત્રીજા દિવસે નબળાઈ સાથે લાલ નિશાનમાં બંધ થઈ છે અને આ સપ્તાહે PSU બેન્ક ઈન્ડેક્સ 1.3 ટકા ઘટીને બંધ થયો છે.

શેરબજાર કેવી રીતે બંધ થયું?
આજે બંધ થવાના સમયે સેન્સેક્સ 255.84 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 64,831.41ની સપાટીએ અને નિફ્ટી 93.65 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 19,253.80ના સ્તરે બંધ હતો.

નિફ્ટી શેરની સ્થિતિ
નિફ્ટી 19388 સુધી ઊંચા સ્તરે ગયો હતો, પરંતુ 19300ની નીચે Stock Market આવતાની સાથે જ ઘટાડો વધુ ઊંડો થયો હતો, બંધ થવાના સમયે નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. બજાર બંધ થવાના સમયે નિફ્ટીના 50માંથી માત્ર 16 શેરો જ તેજી સાથે બંધ થયા છે અને 35 શેરોમાં ઘટાડા સાથે વેપાર બંધ થયો છે.

સેન્સેક્સના શેરની હાલત
આજે સેન્સેક્સના 30માંથી માત્ર 9 શેરો મજબૂતાઈ સાથે લીલા નિશાનમાં બંધ થયા Stock Market હતા અને બાકીના 21 શેર લાલ નિશાનમાં હતા. મારુતિનો શેર આજે ટોપ ગેનર હતો અને 2.22 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. ટાઇટન 1.09 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.02 ટકા અને ટાટા સ્ટીલ 0.78 ટકા સુધર્યા હતા. ICICI બેન્ક 0.42 ટકા, Jio Financial Services 0.41 ટકા, HCL Tech 0.41 ટકા વધ્યા હતા. વિપ્રોનો શેર 0.29 ટકાના વધારા સાથે બંધ થયો હતો.