કોરોનાનો ફરી પગપેસરો/ ગાંધીનગરની GNLUમાં કોરોના વિસ્ફોટ, વધુ 16 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત

ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયા બાદ આરોગ્યની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા.

Gujarat Others
ગાંધીનગરની
  • ગાંધીનગરની GNLUમાં કોરોના વિસ્ફોટ
  • વધુ 16 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત
  • કુલ 53 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત
  • આજે પણ વિદ્યાર્થીના કરાશે ટેસ્ટિંગ
  • આરોગ્ય વિભાગની સઘન કાર્યવાહી

ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે.નેશનલ લૉ યુનિવર્સિટીમાં વધુ 16 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેથી હવે નેશનલ લૉ યુનિવર્સિટીમાં કુલ 53 વિદ્યાર્થીઓ હાલ કોરોના સંક્રમિત છે.તો કોરોના વિસ્ફોટને લઇ આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સઘન ટેસ્ટિંગ હાથધરમાં આવી રહ્યું છે.જોકે, વધી રહેલા કોરોનાનાં સક્રમણને લઇ  ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં લોકોની અવર જવરને પણ બંધ કરી દેવામાં આવી છે.અને કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને હોસ્ટલમાં જ આઈસોલેટ અને ક્વોરન્ટાઇન કરાયા છે.

ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયા બાદ આરોગ્યની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો યુનિવર્સિટીમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાયું છે.

આ વિશએ મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના મામલે અત્યાર સુધીમાં કુલ 600 જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. ગઇકાલે (રવિવાર) વધુ 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે પોઝિટિવનો કુલ આંક 54 એ પહોંચ્યો છે. કેમ્પસમાં રહેતા તમામ લોકોના ટેસ્ટિંગ પુરા કરવામાં આવ્યા છે, હજુ ફેકલ્ટીના ટેસ્ટિંગ બાકી છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિતાનું મોજું ફેલાયું છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં કોર્નટાઇન કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બહારથી આવતા લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. આજે પણ 100થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

ગાંધીનગર રાયસણ ખાતે આવેલા નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યમાં આરોગ્યતંત્ર અચાનક જાગ્યું છે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. અને કોરોનાનું પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં પાલન થાય તે બાબતની કડક સૂચના પણ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે..

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 નવા કેસ નોંધાયા છે. આ પૈકી ગાંધીનગરમાંથી 10-અમદાવાદમાંથી 7 એમ કુલ 17 કેસ આ બંને જિલ્લામાંથી જ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સળંગ 20 માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 12,24,038 થયો છે. રાજ્યમાં 129 એક્ટિવ કેસ છે જ્યારે 1 દર્દી વેન્ટિલેટર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દી કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી રીક્વરી રેટ 99.10% છે.

આ પણ વાંચો :અમદાવાદથી ભાવનગર જવા રવાના મનીષ સિસોદિયા, રસ્તામાં માણ્યો ફાફડાનો સ્વાદ

આ પણ વાંચો :રાજ્યમાં આજે બનેલી હિંસા મામલે ગાંધીનગરમાં રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવની બેઠક

આ પણ વાંચો :ગાંધીનગર નવનિર્મિત સહકાર ભવન નું ઉદ્દઘાટન અમિતભાઇ શાહના હસ્તે કરાયું