બ્લાસ્ટ/ દહેજમાં ઓર્ગેનિક કંપનીમાં મોડીરાત્રે બ્લાસ્ટ થતાં પાંચના મોત

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં રવિવારની મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા પાંચ કામદારોના મોત નીપજ્યા છે

Top Stories Gujarat

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં રવિવારની મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા પાંચ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદાર હજુ લાપતા છે. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.રાતે 2 કલાકે પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસ કામ કરતા કામગારો ફંગોળાઈ ગયા હતા. ઘટના બાદ આગ પણ ફાટી નીકળી હતી જેને ફાયરફાઈટરોએ બુઝાવી હતી. વહેલી સ્વર સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં પ્લાન્ટના કાટમાળમાંથી 5 મૃતદેહ બહાર કઢાયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમામે, દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન રવિવારે રાતે અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. જેના કારણે ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. જોના કારણે ધુમાડાના ગોટેગોટા દૂરદૂરથી ઉડતા જોવા મળી રહ્યા હતા.

આગને કારણે બધુ જ બળીને ખાખ થઇ ગયુ. ભીષણ આગને પગલે ફાયરબ્રિગેડની ટીમે કલાકો આગ પર કાબૂ મેળવવનો પ્રયાસ કર્યો હતો. આ વિકરાળ આગે પાંચ લોકો દાઝી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે એક વ્યક્તિ લાપતા બન્યો હતો. કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.