ભારતમાં પ્રેમનુ પ્રતિક ગણાતા તાજમહેલના નિર્માણને લઈને ચાલી રહેલ વિવાદો વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરા સ્થિત તાજમહેલની મુલાકાત લીધી હતી. તાજમહેલ પહોંચેલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલ પરિસરમાં સફાઈ કરીને દેશવાસીઓને સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપ્યો હતો.
મહત્વનુ છે કે, વિશ્વની આ અજાયબી છેલ્લા કેટલાક સમયથી રાજકીય અખાડો બની ગયો છે. યોગી આદિત્યનાથે પોતાની આગરા મુલાકાત દરમિયાન શાહજહાં પાર્કની મુલાકાત લીધી હતી. યોગી આદિત્યનાથ આજે વહેલી સવારે હેલિકોપ્ટર મારફતે આગરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચામં ભાગ લઈને તાજમહેલની વિશેષ માહિતી મેળવી હતી. યોગી તાજમહેલમાં પહોંચ્યા ત્યારે સમર્થકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આગ્રા પહોચેલા સીએમ યોગીએ તાજમહેલના પરિસરમાં સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. યોગીએ તાજ પરિસરમાં ઝાડું લગાવીને સફાઈ કરી હતી. આ દરમિયાન ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા પણ ઉપસ્તિથ રહ્યા હતા. ત્યારબાદ સીએમ યોગી શાહજહાં પાર્કની મુલાકાત લેશે અને ત્યાં પ્રવાસીઓ માટે એક વોક-વે નો પણ શિલાન્યાસ કરશે.
