Not Set/ હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને રસીના બંને ડોઝ લીધેલા હોય તો RTPCR પરીક્ષણમાંથી મળી શકે છે મુક્તિ 

કેન્દ્ર સરકાર ડોમેસ્ટિક હવાઈ યાત્રાને વધુ સરળ બનાવવ જઈ રહી છે. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક હવાઈ યાત્રા કરવાવાળા મુસાફરો માટે રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુસાફરોને ફરજિયાત RTPCR  રિપોર્ટથી મુક્તિ આપવામાટે વિચારણા કરી રહી છે.

Top Stories India
vaccine 6 હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને રસીના બંને ડોઝ લીધેલા હોય તો RTPCR પરીક્ષણમાંથી મળી શકે છે મુક્તિ 

કેન્દ્ર સરકાર ડોમેસ્ટિક હવાઈ યાત્રાને વધુ સરળ બનાવવ જઈ રહી છે. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક હવાઈ યાત્રા કરવાવાળા મુસાફરો માટે રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુસાફરોને ફરજિયાત RTPCR  રિપોર્ટથી મુક્તિ આપવામાટે વિચારણા કરી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી છે.

તેમણે કહ્યું, “આરોગ્ય વિભાગ સહિત અનેક મંત્રાલયો અને હોદ્દેદારોની સંયુક્ત ટીમ, રસીના બંને ડોઝ પ્રાપ્ત કરનારાઓને RTPCR પરીક્ષણ  વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવાની વિચારણામાં છે.  તેમણે કહ્યું કે આ નિર્ણય એકલા એમ.સી.એ. જ નહીં લેશે, સરકાર સાથે કાર્યરત આરોગ્ય નિષ્ણાતો સહિત નોડલ એજન્સીઓ પણ મુસાફરોના હિતમાં નિર્ણય લેવામાં ફાળો આપશે.

હાલમાં, સ્થાનિક મુસાફરોને ફરજિયાતપણે અમુક એવા રાજ્યોમાં પ્રવાસ કરતા પહેલા નેગેટીવ  RTPCR  રીપોર્ટ  સબમિટ કરવાનું કહેવામાં આવે છે જ્યાં સક્રિય કોરોના કેસ હજી વધુ છે. પુરીએ કહ્યું, “આરોગ્ય એ રાજ્યનો વિષય છે. રાજ્યમાં પ્રવેશતા પહેલા મુસાફરો પાસેથી નેગેટીવ RTPCR  રિપોર્ટ માંગવા તે ચોક્કસ રાજ્યનો અધિકાર છે.”

દરમિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરનારા મુસાફરો માટે ‘રસી પાસપોર્ટ’ ની કલ્પનાને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે, જેના પર ભારતે વાંધો ઉઠાવ્યો છે અને તેને “ભેદભાવયુક્ત વિચાર” ગણાવ્યો હતો.

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ જી7 દેશોની બેઠકમાં કહ્યું કે, “રોગચાળાના આ તબક્કે ભારતે ‘રસી પાસપોર્ટ’ નો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં વસ્તીના ટકાવારી રૂપે રસી કવરેજ ઓછું છે.” આવી પહેલ અત્યંત ભેદભાવપૂર્ણ સાબિત થઈ શકે છે. “