Bihar Election/ તેજસ્વીનાં 10 લાખ નોકરીઓને કાપી ભાજપે 19 લાખ નોકરીઓ આપવાનો કર્યો નિર્ણય

ભાજપ દ્વારા ગુરુવારે ઘોષણા પત્રનાં નામે બિહાર વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જેમાં શિક્ષણ, આરોગ્ય, આઇટી સહિત વિવિધ ક્ષેત્રોમાં 19 લાખ નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

Top Stories India
ipl2020 72 તેજસ્વીનાં 10 લાખ નોકરીઓને કાપી ભાજપે 19 લાખ નોકરીઓ આપવાનો કર્યો નિર્ણય

ભાજપ દ્વારા ગુરુવારે ઘોષણા પત્રનાં નામે બિહાર વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જેમાં શિક્ષણ, આરોગ્ય, આઇટી સહિત વિવિધ ક્ષેત્રોમાં 19 લાખ નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઘોષણામાં એક વર્ષમાં ત્રણ લાખ શિક્ષકોની ભરતી શામેલ છે. પાર્ટીએ દરેક બિહારવાસીને નિઃશુલ્ક કોરોના રસીનું વચન પણ આપ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય નેતાઓએ આ ઘોષણાપત્ર બહાર પાડ્યુ છે. તેમાં જણાવાયું છે કે, તેઓ બિહારનાં દરેક નિવાસીને મફત રસી આપશે. બિહારમાં હિન્દી ભાષામાં તબીબી અને તકનીકી શિક્ષણ પ્રદાન કરવું. એક વર્ષમાં ત્રણ લાખ નવા શિક્ષકોની ભરતી કરશે. બિહારમાં, તે આગામી પાંચ વર્ષમાં આઈટી હબ બનાવીને પાંચ લાખ રોજગાર આપશે. સ્વયં સહાય જૂથોને 50 હજાર કરોડ રૂપિયા આપીને એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે.

આ ઘોષણા પત્રમાં 5 સુત્ર, 1 ગોલ અને 11 ઠરાવો વ્યક્ત કરાયા છે. પાર્ટીએ સંકલ્પ પત્ર દ્વારા આગામી પાંચ વર્ષ માટેનો રોડમેપ પણ જાહેર કર્યો છે. આ સંકલ્પ પત્ર ગંગા મૈયાનાં નામની કસમ સાથે આપવામાં આવ્યો છે. ભાજપે તેજસ્વીની 10 લાખ નોકરીઓને કાપીને 19 લાખ નોકરી આપવાનો નિર્ણય સંકલ્પ પત્રમાં લેવામાં આવ્યો છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મતદારોને રિઝવવા માટે ત્રણ લાખ નવા શિક્ષકોની નિમણૂક કરાશે. બિહારને આઈટી હબ બનાવશે, જે પાંચ લાખ નોકરીઓ આપશે. પાર્ટીએ કૃષિ ક્ષેત્રમાં પણ દસ લાખ નોકરીઓનું વચન આપ્યું છે. એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે. 1.20 કરોડ મહિલાઓને પહેલા જ દસ લાખ સમૂહો દ્વારા સ્વાવલંબી બનાવવામાં આવી ચુક્યા છે.

આગામી બે વર્ષમાં વડા પ્રધાન મત્સ્ય સંપદા યોજના હેઠળ બિહારને તાજા પાણીની માછલીઓનાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંક બનાવવામાં આવશે. બિહારનાં એક હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે જોડાશે. મકાઈ, ફળ-શાકભાજી, ચૂડા, મખાના, પાન, મસાલા, મધ, મેન્થા અને ઔષધીય છોડ માટે સપ્લાય ચેનનો વિકાસ કરશે. તેનાથી દસ લાખ નવી રોજગારી ઉભી થશે.