કાર્યવાહી/ ગાંધીનગર:ભરતી કૌભાંડ મામલે ચાર આરોપીઓની કરાઈ ધરપકડ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વધુ એક ભરતી કૌભાંડ પકડાયું છે જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક મળતી વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં નિમણૂંક પત્ર આપવા સુધીની ઉમેદવારોને ખાતરી આપીને લાખો રૂપિયા ખંખેરવા નો મામલો સામે આવ્યો છે આ મુદ્દે સેકટર-૭ પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સત્તાવાર […]

Gujarat
860992 arrest ગાંધીનગર:ભરતી કૌભાંડ મામલે ચાર આરોપીઓની કરાઈ ધરપકડ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વધુ એક ભરતી કૌભાંડ પકડાયું છે જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક મળતી વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં નિમણૂંક પત્ર આપવા સુધીની ઉમેદવારોને ખાતરી આપીને લાખો રૂપિયા ખંખેરવા નો મામલો સામે આવ્યો છે આ મુદ્દે સેકટર-૭ પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

 

 

 

 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષા અન્વયે પરીક્ષામાં પાસ કરાવવાથી લઈને ઉમેદવારી પત્ર આપવા સુધી ની પ્રક્રિયા માં કેટલાક લોકો મોટા પાયે દુકાન ખોલીને બેઠા હતા જેની વિગતો ખાનગી રાહે મળી હતી તેની ઉંડી તપાસ કરતા ચાર લોકો ની ધરપકડ કરવામાં આવી છે.

 

 

 

 

 

ભરતી ના નામે 20,000 થી અઢી લાખ રૂપિયા જેવી માતબર રકમ લોકો પાસે ખંખેરવામાં આવી રહી હતી અત્યાર સુધીમાં 80 લાખથી વધુ રકમ આ ટોળકીએ ખંખેરી હોવાની વિગતો બહાર આવી છે તો દોઢસોથી વધુ ઉમેદવારો છેતરાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે મામલતદાર ના ઓર્ડર માટે એક લાખ રૂપિયા અરે ડેપ્યુટી કલેકટરની નિમણૂક પત્ર માટે અઢી લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે આમ ફરી એક વખત ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયામાં ગોબાચારી થઇ રહી હોવાની વિગતો બહાર આવી છે