Ahmedabad News : વાડજમાં આવેલી જવેલર્સની એક દુકાનમાં ચોરીની ઘટના બની છે. જેમાં ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જવેલર્સની દુકાનમાં આવ્યા હતા. બાદમાં વેપારીની નજર ચૂકવીને ચોરી કરી હતી. પોલીસે તપાસ કરીને આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
આ બનાવ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સની દુકાનમાં બન્યો હતો. જેમાં 30 એપ્રિલના રોજ દુકાન ખોલતાની સાથે જ ત્રણ લોકો દુકાનમાં ખરીદીને બહાને આવ્યા હતા. તેમણે વેપારી પાસે સોનાની વસ્તુ માંગે છે. દાગીના બતાવતી વખતે વેપારીનું ધ્યાન ચુકવીને તેઓ દોઢ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરે છે. બાદમાં વેપારીના ધ્યાનમાં આવતા તેણે વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
વાડજ પોલીસે પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી, કરણ ઉર્ફે કાલુ દંતાણી તેમજ ભારતીબેન દંતાણીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ત્રણેય જણા ચોરીનાં ઇરાદે નીકળ્યા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સોનાની ખરીદી કરવાના બહાને ચોરી કરી હતી. પોલીસ તપાસમાં આરોપી પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી વિરુદ્ધ અગાઉ કડી પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું છે. જ્યારે આરોપી કરણ ઉર્ફે કાલુ દંતાણી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે.
વાડજ પોલીસે જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા 40 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તો પોલીસ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ત્રણેય દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે તેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
આ પણ વાંચો:ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા અંતિમ ચરણનો પ્રચાર શરુ કરાયો
આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને મોર્નિગ કોર્ટો શરૂ કરવાની કવાયત
આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત