Not Set/ વડોદરા/ ભાજપના નેતાએ આપી પોલીસને વરદી ઉતરાવી દેવાની ધમકી

ભાજપ અને વિવીઅદ એક બીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાય દિવસેથી વડોદરા ભાજપ ચર્ચા છવાઈ રહ્યું છે.  પછી એ કેતન ઈનામદારને કારણે હોય કે મધુ શ્રીવાસ્તવ ને કારણે… બસ કોઈ વિવાદ જોઈએ છે.  હવે ધારાસભ્ય બાદ ભાજપના એક નેતા દાદાગીરી કરતા સામે આવ્યા છે. અને તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ પણ […]

Gujarat Vadodara Uncategorized
file photo વડોદરા/ ભાજપના નેતાએ આપી પોલીસને વરદી ઉતરાવી દેવાની ધમકી

ભાજપ અને વિવીઅદ એક બીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાય દિવસેથી વડોદરા ભાજપ ચર્ચા છવાઈ રહ્યું છે.  પછી એ કેતન ઈનામદારને કારણે હોય કે મધુ શ્રીવાસ્તવ ને કારણે… બસ કોઈ વિવાદ જોઈએ છે.  હવે ધારાસભ્ય બાદ ભાજપના એક નેતા દાદાગીરી કરતા સામે આવ્યા છે. અને તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ પણ નોધાઇ છે.

વાત કરીએ વડોદરા ભાજપની તો અહીંના એક સ્થાનીય નેતાએ પોલીસ મથકે જઈને દાદાગીરી કરી હતી અને પોલીસની વર્દી ઉતરાવી લેવાની ચીમકી આપી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ફતેહગંજ પોલીસ મથકે ભાજપના નેતા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ નેતા દલસુખ પ્રજાપતિએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનો એક સંબધીને છોડાવવા માટે દાદાગીરી કરી હતી. બિલ્ડર અરેષ પ્રજાપતિને લઈને આ નેતાની દાદાગીરીને કારણે તેમની વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાના  બિલ્ડર અરેષ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરતા ભાજપના નેતાએ પોલીસ મથકમાં દાદાગીરી કરી હતી. આરોપી બિલ્ડરને બચાવવા માટે ભાજપના નેતા દલસુખ પ્રજાપતિ મેદાને આવ્યા હતા.

બિલ્ડર અને ભાજપના નેતા દલસુખ પ્રજાપતિ સંબંધી છે. પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરતા નેતા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. અને પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરતા ફરિયાદ થઈ.