Pak vs WI/ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન કેમ હારી જાણો…

‘આપણે બાબર આઝમના વખાણ કરવા જોઈએ. તે ગભરાયો નહીં અને છેલ્લી મેચમાં કેપ્ટન તરીકે કેટલાક સારા નિર્ણયો લીધા

Sports
pk વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન કેમ હારી જાણો...

પાકિસ્તાનના બોલિંગ કોચ વકાર યુનુસનું માનવું છે કે ખરાબ ફિલ્ડિંગને કારણે ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ હારી ગઈ હતી.  ઉલ્લેખનીય છે કે, રવિવારે સબિના પાર્ક ખાતે બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. આ પછી જ વકારનું નિવેદન સામે આવ્યું છે.

વકારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વતી કહ્યું, ‘અમે આનાથી વધુ સારી ટેસ્ટ ક્રિકેટ જોઈ શકતા નથી. બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ દુર્ભાગ્યવશ, મેચના નિર્ણાયક ક્ષણ દરમિયાન અમે કેટલીક સારી તકોનો લાભ લીધો ન હતો, જેના કારણે  અંતે અમને  લોસ થયો. પીચ ઝડપી બોલિંગ માટે અનુકૂળ હતી અને અમારા ઝડપી બોલરોએ ખરેખર સારી બોલિંગ કરી હતી. અમારે નાના સ્કોરનો બચાવ કરવો હતો. અમે ખરેખર સખત પ્રયાસ કર્યો, પરંતુ કેચ છોડવાના કારણે અમે મેચ હારી ગયા.

પાકિસ્તાની બોલરોના વખાણ કર્યા

p 2 વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન કેમ હારી જાણો...

વકારે પાકિસ્તાની બોલરોની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘મને મારા બોલરો પર ખૂબ ગર્વ છે. શાહીન શાહ આફ્રિદી અને હસન અલીએ શાનદાર બોલિંગ કરી હતી. મને મોહમ્મદ અબ્બાસની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તે મેચમાં ખૂબ જ પ્રભાવશાળી હતો પરંતુ કમનસીબે તેને ઘણી વિકેટ મળી ન હતી.

p 3 વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન કેમ હારી જાણો...

બીજી મેચમાં હકારાત્મક માનસિકતા સાથે મેદાનમાં ઉતરીશુ

વકારને અપેક્ષા છે કે શુક્રવારથી શરૂ થનારી યજમાન દેશ સામેની અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાન સારું પ્રદર્શન કરશે. વકારે આ વિશે કહ્યું, ‘આપણે બાબર આઝમના વખાણ કરવા જોઈએ. તે ગભરાયો નહીં અને છેલ્લી મેચમાં કેપ્ટન તરીકે કેટલાક સારા નિર્ણયો લીધા. લેગ સ્પિનર ​​યાસીર શાહ એક મેચ વિનિંગ ખેલાડી છે અને નૌમન અલીને એક સારા બેક-અપ સ્પિનર ​​છે. અમે હકારાત્મક માનસિકતા સાથે બીજી મેચમાં જઈશું અને વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું.