Not Set/ ICC ટેસ્ટ રેન્કિંગમાં કેપ્ટન કોહલી બીજા સ્થાને રહ્યો યથાવત, બોલિંગમાં ચમક્યા બ્રોડ-વોક્સ

દુબઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજું સ્થાન યથાવત રાખ્યું છે જયારે ઓસ્ટ્રેલિયાના હાલમાં જ પ્રતિબંધિત કરાયેલા પૂર્વ કેપ્ટન સ્ટિવન સ્મિથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જયારે ઈંગ્લેંડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત ઈંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે સૌથી વધુ […]

Sports
Virat Kohli Test ICC ટેસ્ટ રેન્કિંગમાં કેપ્ટન કોહલી બીજા સ્થાને રહ્યો યથાવત, બોલિંગમાં ચમક્યા બ્રોડ-વોક્સ

દુબઈ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજું સ્થાન યથાવત રાખ્યું છે જયારે ઓસ્ટ્રેલિયાના હાલમાં જ પ્રતિબંધિત કરાયેલા પૂર્વ કેપ્ટન સ્ટિવન સ્મિથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જયારે ઈંગ્લેંડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ઉપરાંત ઈંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે સૌથી વધુ અણનમ ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી, આ સાથે તે ૧૯ સ્થાનની છલાંગ સાથે ૬૩માં નંબરે પહોચ્યો છે, જયારે ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક એક સ્થાનના ફાયદા સાથે ૧૩માં નંબરે પહોચ્યા છે.

હાલમાં જ હેડિંગ્લી ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં યજમાન ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને ઇનિંગ્સ અને ૫૫ રનથી પરાજય આપ્યો હતો. ત્યારે હવે ઈંગ્લેંડના ઝડપી બોલર ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડને ટેસ્ટના બોલિંગ રેન્કિંગમાં સૌથી વધુ ફાયદો થયો છે.

બોલિંગ રેન્કિંગમાં બ્રોડ ૨ પોઈન્ટના ફાયદા સાથે ૧૨માં સ્થાને જયારે ક્રિસ વોક્સ પણ ૧ પોઈન્ટના ફાયદા સાથે ૩૪માં સ્થાન પર પહોચ્યા છે.

સ્ટુઅર્ટ બ્રોડે પાકિસ્તાન સામે રમાયેલી મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૩૮ રન આપી ૩ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૨૮ રન આપી ૩ મળી કુલ ૬ વિકેટ ઝડપી હતી. હાલ ટેસ્ટના બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર દક્ષિણ આફ્રિકાના કેગિસો રબાડા પ્રથમ સ્થાને છે જયારે જેમ્સ એન્ડરસનને બીજા સ્થાને છે.

પાકિસ્તાનના બોલર શાદાબ ખાનને પણ ત્રણ સ્થાનની છલાંગ સાથે ૯૩માં સ્થાન પર પહોચી ગયો છે જયારે મોહમ્મદ આમિર અને મોહમ્મદ અબ્બાસ અનુક્રમે ૨૦માં અને ૩૨ સ્થાન પર યથાવત છે.