Tokyo Olympics/ એલિમ્પિક્સ દરમ્યાન ટોક્યોમાં ઈમરજન્સી લાગુ, જાપાનનાં PM એ કરી જાહેરાત

ઓલિમ્પિક રમતોનાં અંત સુધી ટોક્યોમાં ઈમરજન્સી લાગુ રહેશે. જેનો અર્થ એ છે કે, હવે ઓલિમ્પિક રમતોત્સવ સ્ટેડિયમમાં દર્શકો વિના થશે

Top Stories Sports
11 206 એલિમ્પિક્સ દરમ્યાન ટોક્યોમાં ઈમરજન્સી લાગુ, જાપાનનાં PM એ કરી જાહેરાત

જાપાનમાં યોજાનારી ‘ઓલિમ્પિક 2021’ રમતોનાં થોડા સમય પહેલા રાજધાની ટોક્યોમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઓલિમ્પિક્સ દરમ્યાન કોરોના સંક્રમણ દરમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જાપાન સરકારે આ નિર્ણય લીધો છે.

11 207 એલિમ્પિક્સ દરમ્યાન ટોક્યોમાં ઈમરજન્સી લાગુ, જાપાનનાં PM એ કરી જાહેરાત

ક્રિકેટ / ICC ‘પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ માટે ભારતીય મહિલા બેટ્સમેન શેફાલી વર્મા અને સ્નેહા રાણા નોમિનેટ

ઓલિમ્પિક રમતોનાં અંત સુધી ટોક્યોમાં ઈમરજન્સી લાગુ રહેશે. જેનો અર્થ એ છે કે, હવે ઓલિમ્પિક રમતોત્સવ સ્ટેડિયમમાં દર્શકો વિના થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, જાપાનની યોશીહિદે સુગા સરકારે ગુરુવારે સવારે મળેલી બેઠકમાં આગામી સોમવાર (12 જુલાઈ) થી 22 ઓગસ્ટ, 2021 સુધી ટોક્યોમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, રમતો દરમિયાન વિદેશી દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં અને છ અઠવાડિયાની ઈમરજન્સી સ્થાનિક દર્શકોને મંજૂરી આપવાની સંભાવનાને પણ ખતમ કરી દેવામાં આવશે. જોકે, પ્રેક્ષકોની એન્ટ્રી અંગેનો નિર્ણય શુક્રવારે લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, હાલમાં ટોક્યોમાં કોરોનાને લગતા કોઈ કડક પ્રોટોકોલ નથી. ત્યાં બારથી લઇને રેસ્ટોરન્ટ ખોલવાના કલાકો ઘટાડવામાં આવ્યા છે, પરંતુ કોરોના સંક્રમણની ગતિ હજી નિયંત્રિત થઈ નથી.

11 208 એલિમ્પિક્સ દરમ્યાન ટોક્યોમાં ઈમરજન્સી લાગુ, જાપાનનાં PM એ કરી જાહેરાત

વાઇરલ / માહીની મૃત ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા’ના નામ પર તસવીર વાઇરલ, શું છે તેની પાછળની સચ્ચાઈ

જાપાનનાં વડાપ્રધાન યોશીહિદે સુગાએ કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને રમતનાં અંત સુધી રાજધાની ટોક્યોમાં ઈમરજન્સી જાહેરાત કરી દીધી છે. બુધવારે સાંજથી ઈમરજન્સી લાદવાની ભીતિનાં એક દિવસ બાદ, ગુરુવારે વડાપ્રધાન યોશીહિદે સુગાએ ટોક્યોમાં 12 જુલાઈથી 22 ઓગસ્ટ દરમ્યાન ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી હતી. ગુરુવારે સવારે મળેલી બેઠકમાં સરકારી અધિકારીઓએ ટોક્યોમાં ઈમરજન્સીની સ્થિતિ લાદવાની દરખાસ્ત કરી હતી. તમારી માહિતી માટે, આપને જણાવી દઈએ કે, પહેલેથી મોકૂફ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમ્યાન થવાનુ છે.